આ ક્રિકેટર ગણશે જેલના સળિયા, દુષ્કર્મના આરોપમાં કોર્ટે ફટકારી 8 વર્ષની સજા
નેપાળના ક્રિકેટર સંદીપ લામિછાનેની મુશ્કેલીઓ વધી ગઈ છે. દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયા બાદ સંદીપ લામિછાનેને 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ રીતે સંદીપ લામિછાનેને 8 વર્ષ જેલમાં પસાર કરવા પડશે. નેપાળ ક્રિકેટ ટીમ સિવાય સંદીપ લામિછાને IPLમાં દિલ્હી કેપિટલનો ભાગ રહી ચૂક્યો છે.
સંદીપ લામિછાને પર શું છે આરોપ?
બુધવારે નેપાળની કોર્ટે સંદીપ લામિછાનેને સજા સંભળાવી. તાજેતરમાં આ ક્રિકેટર પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર, શિશર રાજ ધકલની બેંચે સંદીપ લામિછાનેને દોષિત ઠેરવ્યો અને તેને 8 વર્ષની જેલની સજા સંભળાવી. તમને જણાવી દઈએ કે સંદીપ લામિછાને નેપાળ ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક સગીર યુવતીએ સંદીપ લામિછાને પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
સંદીપ લામિછાનેની કારકિર્દી
સંદીપ લામિછાને નેપાળના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોમાંથી એક છે. આ સિવાય સંદીપ લામિછાને IPLમાં રમનાર પ્રથમ નેપાળી ક્રિકેટર છે. સંદીપ લામિછાને IPL 2018 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. ઓક્ટોબર 2022 માં, સંદીપ લામિછાનેની સગીર છોકરી પર દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સંદીપ લામિછાને પર કાઠમંડુની એક હોટલમાં સગીર બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ પછી સંદીપ લામિછાનેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કોર્ટમાંથી તેમને રાહત મળી હતી.
સંદીપ લામીછાને બહાર જામીન પર ફરતો હતો. ગત વર્ષે 12મી જાન્યુઆરીએ પાટણ હાઈકોર્ટે તેના નિર્ણયમાં સંદીપ લામિછાનેને 20 લાખ રૂપિયાના દંડ સાથે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હવે આ ક્રિકેટરને 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.