May 13, 2024

‘એલ્વિશ પરથી હટાવી NDPS કલમ, પોલીસે કહ્યું- ભૂલ થઈ ગઈ’

એલ્વિશ યાદવ: છેલ્લા કેટલાક સમયથી એલ્વિશ યાદવ સાપના ઝેરના સપ્યાલના આરોપમાં ચર્ચામાં છે ત્યારે, હવે જેલમાં રહેલા એલ્વિશ યાદવને મોટી રાહત મળી છે. નોઈડા પોલીસે હવે એલ્વિશ પરથી NDPS એક્ટ હટાવી દીધો છે. તેમજ પોલીસે કહ્યું છે કે ‘ભૂલ થઈ હતી. હવે એલ્વિશમાંથી NDPS હટાવી દેવામાં આવ્યું છે અને કલમ 20 લાગુ કરવામાં આવી છે.

એલ્વિશ યાદવ પરથી NDPS એક્ટ હટાવી દેવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે સેક્શન 20 એનડીપીએસ એક્ટની કલમ 22 કરતા ઓછી કડક છે. NDPS એક્ટ હેઠળ, આરોપીને જામીન મળવા અસંભવ છે. આ અધિનિયમ નશીલા પદાર્થોના સેવન અને તેની ખરીદી કે વેચાણ સાથે સંબંધિત છે. આવી પ્રવૃતિઓને અંકુશમાં લેવા માટે જ કાયદામાં આ કલમ લાગુ કરવામાં આવી છે. જો કોઈ આ કાયદા હેઠળ દોષિત ઠરે તો તેને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.

આ પણ વાંચો: એલ્વિશ યાદવની વધી મુશ્કેલીઓ, નોઈડા પોલીસે કરી ધરપકડ

નોઈડા પોલીસે ગત રવિવારે એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ સાપના ઝેરના સપ્લાય કેસમાં પોલીસે એલ્વિશના બે મિત્રો ઈશ્વર અને વિનયની પણ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે ઈશ્વર પાસે બેન્ક્વેટ હોલ છે. જ્યાં પાર્ટીઓ થતી હતી. પોલીસે આ બેન્કવેટમાંથી 9 સાપને બચાવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન 20 મિલી સાપનું ઝેર પણ જપ્ત કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કેટલાક વીડિયોના આધારે એક યાદી તૈયાર કરી છે, જેમાં પોલીસ ઘણા લોકોની પૂછપરછ પણ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ટૂંક સમયમાં ગાયક ફાઝિલપુરિયાની પણ પૂછપરછ કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Elvish Raosahab (@elvish_yadav)

NDPS એક્ટની કલમ 22 શું છે?
તમને જણાવી દઈએ કે NDPS એક્ટની કલમ 22 માદક દ્રવ્યોને રાખવા, વેચાણ, ઉત્પાદન અને સપ્લાયના મામલામાં લાગુ કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ જે આ અધિનિયમની કોઈપણ જોગવાઈ , નિયમ અથવા હુકમનું ઉલ્લંઘન કરે છે અથવા કોઈપણ માદક પદાર્થનું ઉત્પાદન કરે છે, ધરાવે છે, વેચે છે-ખરીદી કરે છે, સપ્લાય કરે છે, આયાત-નિકાસ કરે છે અથવા તેનો ઉપયોગ કરે છે, તે આ કાયદા હેઠળ સજાને પાત્ર થશે. દોષિત ઠરેલા ગુનેગારને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને તેના માટે જામીન મેળવવું ખૂબ મુશ્કેલ છે.