ઉનાળાની કાળઝાળ ગરમીમાં નર્મદા પ્રવાસીઓની પહેલી પસંદ, વનવગડામાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ

પ્રવિણ પટવારી, રાજપીપળાઃ ઉનાળાની ગરમીમાં પણ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ એક લાખથી વધુ વૃક્ષો વચ્ચે નિર્માણ પામેલા વગડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સામાન્ય રીતે ઉનાળાની ગરમીમાં પ્રવાસીઓ હિલ સ્ટેશનનો અને ઠંડા પ્રદેશો પર જવાનું ઇચ્છતા હોય છે. ત્યારે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જિલ્લામાં કોઈ પણ સિઝન હોય પ્રવાસીઓ માટે બધી સિઝન માટે અનુકૂળ જગ્યાઓ છે. જ્યાં પ્રવાસીઓ પોતાનું વેકેશન મનોરંજન મેળવે છે.
ગરુડેશ્વર ગામના શકવા ગામે આવેલો વનવગડો આમ તો રિસોર્ટ જેવો લાગશે, પરંતુ જંગલ વિસ્તારમાં અંતરિયાળ હોવાથી એક લાખ કરતાં વધુ લીલાછમ વૃક્ષો છે. અહીંયા અન્ય જગ્યા કરતાં 15થી 20 ડિગ્રી તાપમાન ઓછું જ જોવા મળશે. આ સાથે કુદરતી વાતવરણ પણ એટલું સુંદર છે કે, અહીંયાથી બહાર જવાનું મન ના થાય અને રાત્રે તો ઠંડી હવા એવી આવે કે એસી પંખાની પણ જરૂર ના પડે. આ વનવગડો ઉંચાઈ પર આવેલું નથી પણ ફૂલ ઝાડથી ઘેરાયેલી આ જગ્યા હિલ સ્ટેશનનો અહેસાસ કરાવે છે.