અંતિમ ઓવરમાં જીત અપાવી Ashutosh Sharma બન્યો દિલ્હીનો નવો ‘દબંગ’, જાણો સંઘર્ષની કહાની

Who Is Ashutosh Sharma: IPL 2025 આરંભ થઈ ગયો છે. ગઈ કાલે દિલ્હી અને લખનૌની ટીમની મેચ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સના આશુતોષ શર્માએ તેની પહેલી જ મેચમાં સનસનાટી મચાવી દીધી હતી. આશુતોષે બેટથી તોફાની ઇનિંગ્સ રમી હતી. જેના કારણે દિલ્હીની ટીમની જીત થઈ તેવું કહીએ તો પણ ખોટું નથી. દિલ્હી તરફથી આશુતોષ શર્માએ 31 બોલમાં 66 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આશુતોષે પોતાના સ્કોરથી સાબિત કરી દીધું કે તે લાંબી રેસનો ઘોડો છે. દિલ્હીની પહેલી જ મેચમાં તેણે સનસનાટી મચાવી દીધી હતી. આવો જાણીએ કે આ આશુતોષ શર્મા કોણ છે.
ક્રિકેટ રમવા માટે સફળ થયો
15 સપ્ટેમ્બર 1998 ના રોજ, આશુતોષ શર્માનો જન્મ થયો છે. તેના ઘરમાં આર્થિક તંગી હતી જેના કારણે તેની પાસે ક્રિકેટ કીટ ખરીદવાના પણ પૈસા ના હતા. જેના કારણે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન એકેડેમીમાં લઈ ગયો હતો. જયાં તેણે ક્રિકેટની યુક્તિઓ શીખી હતી. તેણે એટલી મહેનત કરી કે જેના કારણે આખરે તે વર્ષ 2018માં મધ્યપ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે સફળ થયો હતો.
આ પણ વાંચો: IPL 2025:ધોની પડદા પાછળથી CSKનું નેતૃત્વ કરે છે? માહીએ આપ્યો જવાબ
યુવરાજ સિંહનો તોડ્યો હતો રેકોર્ડ
આશુતોષ ત્યારે ચર્ચામાં આવ્યો કે જ્યારે તેણે 2023 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી હતી. આ મામલે તેણે યુવરાજ સિંહનો 12 બોલનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. IPL સ્કાઉટ્સનું ધ્યાન ખેંચ્યું અને 2024 ની હરાજીમાં, પંજાબ કિંગ્સે તેને 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ પછી ગુજરાતની ટીમે તેની ડેબ્યૂ મેચમાં 31 રનની વિસ્ફોટક ઇનિંગે સાબિત કર્યું કે આ ખેલાડી ખાસ છે. IPL 2024 માં શાનદાર પ્રદર્શન કર્યા પછી આ વર્ષના દિલ્હી કેપિટલ્સે આખરે તેને 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાબિતી છે કે તે એક મોટું નામ બની શકે છે.