સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં નર્મદા ભાજપમાં ડખો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા રાજકારણ ગરમાયું
નર્મદાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓનો ડખો સામે આવ્યો છે. તાજેતરમાં ધારીખેડા સુગરના ડિરેક્ટર રહેલા સુનીલ પટેલને મહિનામાં જ હટાવતા વિવાદ થયો તેમને સીધો આક્ષેપ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે કર્યો છે.
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓનાં ડખા સપાટી પર આવ્યા છે. નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની અંદર થોડા સમય પહેલા જ કસ્ટડિયન ડિરેક્ટર તરીકે સુનિલ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. સુનિલ પટેલ ભાજપના યુવા નેતા છે અને અનેક હોદ્દા ઉપર તેઓ રહી ચૂક્યા છે. ત્યારે સુનિલ પટેલને હટાવતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ સુનિલ પટેલની તરફેણ કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી.
આ પણ વાંચોઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ
આ સાથે ભરૂચ દૂધધારા ડેરીમાં થોડા વખત પહેલા જ બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈની નિમણૂક ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમનો પણ તેમણે વિરોધ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને સુનિલ પટેલે પણ મીડિયા સમક્ષ ઠાલવતા સીધો આક્ષેપ ભાજપના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામ પટેલ પર કર્યો હતો. ઘનશ્યામ પટેલ નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપરાંત ભરૂચ દૂધધારા ડેરી અને ધારીખેડા સુગરના ચેરમેન છે.
સુનિલ પટેલે આક્ષેપ કરતા તેમણે કહ્યુ હતુ કે, ઘનશ્યામ પટેલની સામે ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ઘનશ્યામ પટેલે પણ મીડિયા સમક્ષ આવીને તેમને કહ્યું હતું કે, જે પણ થયું છે એ નિયમ મુજબ થયું છે અને તમામ આરોપો નકારી કાઢ્યા છે.