LIC માટે સંસદમાં વડાપ્રધાન મોદી ગર્જ્યા, શેર લેવા રોકાણકારોનો ઉછાળો
LIC Share Price: સતત ચોથા દિવસે જીવન વિમા નિગમ (LIC)ના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના ત્રીજા દિવસે એસઆઇસીના શેર 1050 રૂપિયાના ઓલટાઇમ હાઇ સુધી પહોંચી ગયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલઆઈસીના ઓલટાઇમ હાઇનો રાજ્યસભામાં પણ ઉલ્લેખ કર્યો છે.
શેરની ચાલ
બુધવારે LICના શેર 1024.70 રૂપિયાની છેલ્લી ક્લોઝિંગ 1045 રૂપિયા વધીને 1.98%થી આગળ વધી 1045 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમત 1050 સુધી પહોંચી ગઈ હતી. 29 માર્ચ 2023ના દિવસે શેરનો ભાવ 530.20 રૂપિયાના 52 વીક લો પર પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, 23 જાન્યુઆરીએ LICના શેરની લિસ્ટિંગ પછી પહેલીવાર આઇપીઓ ઇશ્યૂ પ્રાઇઝ 949 રૂપિયા પ્રતિ શેર ક્રોસ કરી હતી. ત્યારબાદ શેરના ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો અને હવે દરરોજ નવા જ રેકોર્ડ બનાવી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું
જો કે, બજેટ સત્ર દરમિયાન બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં એલઆઈસી મામલે ફેલાતી અફવાઓનો ઉલ્લેખ કરતા વિપક્ષને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યુ કે, એક કમાન્ડો અહીં હાજર નથી, એલઆઈસી વિશે જેટલી પણ ખોટી વાતો છે તેઓ કહેતા હતા, આજ હું સામી છાતીએ અને આંખો ઉંચી રાખીને કહેવા માગુ છું કે, આજે LICએ શેર રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. આ સાથે જ પીએમ મોદીએ સરકારી કંપનીઓની બદતર હાલતને લઈને કોંગ્રેસ અને વિપક્ષને જવાબદાર ગણાવ્યા હતા.
કેટલી છે માર્કેટ કેપ?
ઉલ્લેખનીય છે કે, એલઆઈસીના સ્ટોકના કેલેન્ડર યર 2024 પ્રમાણે માત્ર 27 ટ્રેડિંગ સત્રોમાં જ 24% શાનદાર રેલી દેખાઈ છે. કંપનીની માર્કેટ કેપ પણ 6.60 લાખ કરોડ રૂપિયા પાર કરી ચૂક્યો છે. આ સાથે જ ભારતમાં માર્કેટ કેપ જોતા છઠ્ઠી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. ત્યાં સરકારી લિસ્ટેડ પીએસયૂ કંપનીઓમાં સૌથી અગ્રણી કંપની છે.