May 17, 2024

‘જય ભોલેનાથ…’, પીએમ મોદીએ દેશવાસીઓને મહાશિવરાત્રિની પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહાશિવરાત્રિના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા લાવે અને ‘અમૃતકાળ’માં દેશના સંકલ્પોને નવી શક્તિ પ્રદાન કરે. દેશભરમાં આજે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર ભક્તો શિવાલયો અને મંદિરોમાં ભગવાન શિવની પૂજા કરે છે અને ‘જય ભોલેનાથ’ અને ‘હર હર મહાદેવ’ના નારા લગાવે છે.

PM મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “દેશના મારા પરિવારના તમામ સભ્યોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા લાવે અને અમૃતકાળમાં દેશના સંકલ્પોને પણ નવી શક્તિ આપે. જય ભોલેનાથ.”

વડાપ્રધાને આઝાદીની 75મી વર્ષગાંઠથી 100મી વર્ષગાંઠ સુધીની 25 વર્ષની સફરને અમૃતકાળ તરીકે ઓળખાવી છે અને આ સમયગાળા દરમિયાન તેમણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આહ્વાન કર્યું છે. તમને જણાવી દઈએ કે આજે દેશભરમાં મહાશિવરાત્રિ ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક જગ્યાએ લોકો મહાદેવના રંગે રંગાયેલા જોવા મળે છે. પીએમ મોદીએ પણ દેશવાસીઓને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવી છે.

ઉલ્લેખનીય છે, વહેલી સવારથી ગુજરાતના સોમનાથ ખાતે પણ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. સાથે પૂર્વ સીએમ રૂપાણી પણ દર્શનાર્થે સોમનાથ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 400 + બેઠકો પર જીત મેળવવાનો PM મોદીનો સંકલ્પ છે. મેં ટિકિટ માંગી પણ નથી અને લડીશ પણ નહિ. હું અન્ય રાજ્ય ની જવાબદારી સંભાળું છું. આ સિવાય તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસ ડૂબતી નાવ છે, લોકોનો ભાજપ પ્રત્યે પ્રેમ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ધામધૂમ પૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ સીએમ રૂપાણી સોમનાથ મંદિરે દર્શને પહોંચ્યા હતા.