May 19, 2024

કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી ખુશખબરી

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખુશખબર આવી છે. મોદી સરકારે હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. આ વધારા બાદ હવે મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો થશે. જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓને એક સાથે ઘણા ફાયદાઓ થશે.

1 જાન્યુઆરીથી લાગુ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગુવાહીમાં કેન્દ્રીય મંત્રિમંડળની 7 માર્ચના એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DAના વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટમાં DAમાં 4 ટકાના વધારા પર મહોર લગાવવામાં આવી છે. આ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને 4 ટકાના દર સાથે મોંઘવારી ભથ્થાનો લાભ મળી રહ્યો હતો. એ વચ્ચે તાજેતરમાં આવેલા નિર્ણય બાદ કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકાના દર સાથે મોંઘવારી ભથ્થામાં લાભ મળશે. આ લાભ 1 જાન્યુઆરી, 2024થી પ્રભાવિત થશે.

મોંઘવારી ભથ્થું બે ગણું વધે છે
હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને નિવૃત્ત ભૂતપૂર્વ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન પર 7મા પગાર પંચની ભલામણો લાગુ પડે છે. પગાર પંચે ફુગાવાની અસરને પહોંચી વળવા માટે મોંઘવારી ભથ્થાની જોગવાઈ કરી છે. 7મા પગાર પંચની ભલામણો અનુસાર મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત સુધારો કરવામાં આવે છે. પ્રથમ વધારો જાન્યુઆરીથી અમલમાં આવશે, જ્યારે બીજો વધારો જુલાઈથી અમલમાં આવશે.

7મું પગાર પંચ શું કહે છે?
આ વખતનો ડીએ વધારો અલગ-અલગ કારણોસર ખાસ બને છે. 7મું પગાર પંચ ભલામણ કરે છે કે જો મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થાય તો અન્ય ઘણા ભથ્થાઓ પણ પ્રભાવિત થાય છે. અસરગ્રસ્ત ભથ્થાઓમાં HRA, ગ્રેચ્યુઈટી, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન-ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વગેરેનો સમાવેશ થાય છે. 7મા પગારપંચમાં એવી જોગવાઈ પણ છે કે જો DA-DR 50 ટકા સુધી પહોંચે છે, તો તેને પગાર-પેન્શનના મૂળ ઘટકમાં ઉમેરવામાં આવે છે અને તે પછી ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થાય છે.

કયા ભથ્થાં બદલાશે?
7 માર્ચે યોજાયેલી કેબિનેટની બેઠકમાં જે નિર્ણય કરવામાં આવ્યો એ બાદ ગ્રેચ્યુટી, ઘર ભાડું ભથ્થું, બાળકોનું શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડી, બાળ સંભાળ માટે વિશેષ ભથ્થું, ટ્રાન્સફર પર ટી.એ, ડ્રેસ ભથ્થું, માઇલેજ ભથ્થું, દૈનિક ભથ્થુંમા બદલાવ કરવામાં આવશે