November 27, 2024

4 મહિનાનું બાળક બન્યું સૌથી યુવા કરોડપતિ, 250 કરોડનો માલિક!

Infosys: ભારતની બીજી સૌથી મોટી IT કંપની ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર.નારાયણમૂર્તિએ પોતાના 4 મહિનાના પૌત્રને ગિફ્ટ આપ્યું છે. જે બાદ પૌત્ર એકાગ્ર સૌથી નાનો કરોડપતિ બની ગયો છે. નારાયણમૂર્તિએ પોતાની કંપનીના 240 કરોડ રૂપિયાથી વધુની કિંમતના શેર ગિફ્ટ કર્યા છે. નારાયણમૂર્તિ ગતા વર્ષે નવેમ્બર મહિનામાં દાદ-દાદી બન્યા છે. તેમના પુત્ર રોહન મૂર્તિ અને પત્ની અપર્ણા કૃષ્ણને બાળકને જન્મ આપ્યો છે. ઈન્ફોસિસમાં 15,00,000 શેરમાં ભાગીદારી રાખવાની સાથે એકાગ્ર રોહન મૂર્તિ દેશના સૌથી નાની વયના કરોડપતિ બની ગયા છે.

નારાયણ મૂર્તિની હવે કંપનીમાં ભાગીદારી
આ ગિફ્ટ બાદ ઈન્ફોસિસ કંપનીમાં નારાયણ મૂર્તિની ભાગીદારી 0.40%થી ઓછી થઈને 0.36% થઈ ગઈ છે. આ ભાગીદારી લગભગ 1.51 કરોડ શેરના બરાબર છે. સોમવારે બજાર બંધ થવા પર ઈન્ફોસિસના શેરની કિંમત 1602 રૂપિયા છે. તેનાથી ટ્રાન્સફર થતા શેરમાં ટોટલ કિંમત 240 કરોડ રુપિયા થાય છે.

નારાણય મૂર્તિ અને સુધા મૂર્તિ છે નાની-નાની
નારાણય મૂર્તિ અને સુધા મૂર્તિને બે સંતાન છે. પુત્ર રોહન મૂર્તિ અને પુત્રી અક્ષતા. અક્ષતાના લગ્ન બ્રિટેનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે થઈ છે. તેમને બંન્નેને બે બાળકીઓ છે.

કેવી રીતે થઈ ઈન્ફોસિસની શરૂઆત?
1991માં નારાયણ મૂર્તિ દ્વારા ઈન્ફોસિસની સ્થાપના થઈ છે. તેની પત્ની સુધા મૂર્તિઆ અંગે વાત કરતા કહ્યું કે, પતિ આઈટી કંપની ઈન્ફોસિસની શરૂઆત કરવા માટે શરૂઆતી નાણાના રૂપમાં 10,000 રુપિયા આપ્યા હતા, પરંતુ તેમાંથી 250 રુપિયા સુધાજીએ પોતાની પાસે રાખી લીધા હતા. મહત્વનું છેકે, સુધા મૂર્તિ હાલ રાજ્યસભાના સાંસદના રૂપમાં શપથ લીધા છે.