January 23, 2025

શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલાં જરૂર વાંચો આ ટિપ્સ

Stock Market Tips: શેર માર્કેટમાં ત્રણ પ્રકારના રોકાણકારો હોય છે. પહેલા નંબરના એ રોકાણકારો જે શેર અને કંપનીને લઈને રીસર્ચ કરે છે. એ બાદ તેમાં મોટા પ્રમાણમાં રોકાણ કરે છે. બીજા નંબરના રોકાણકારો જે સંસ્થાગત રોકાણકારો હોય છે. જે કરોડો રૂપિયાનું રોકાણ કરે છે અને ત્રીજા નંબર પર નાના રોકાણકારો આવે છે. જે માત્ર હજારોમાં રોકાણ કરે છે.

નાના રોકાણકારો ગમે તે શેરમાં રોકાણ કરી નાખે છે. ત્યાં સુધીમાં એ શેરના ભાવમાં વધારો થઈ ગયો હોય છે. જે બાદ સૌથી પહેલા નંબરના રોકાણકારો હોય છે. જેમણે રિસર્ચ કરીને કંપનીના મોટા ભાગના શેર ખરીદ્યા છે. તેઓને શેરમાં પ્રોફિટ દેખાય છે. જેના કારણે એ લોકો પ્રોફિટ બુકિંગનું કામ શરૂ કરે છે. જેવા એ લોકો શેરમાંથી પોતાનું પ્રોફિટ ઉપાડે છે. આ સાથે શેરના ભાવ ઓછા થતા જાય છે. આમ શેર માર્કેટમાંથી સૌથી મોટો ફાયદો પહેલા નંબરના રોકાણકારોને થાય છે.

જો તમે પણ નાના રોકાણકારો છો. તો કેટલીક વસ્તુઓ તમને આ દુષ્ચક્રથી બચાવી શકે છે. શેર બજારમાં પૈસા કમાવવા માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

  • FOMOના ચક્કરમાં શેરની ખરીદી ના કરો: FOMO એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. જ્યારે પણ કોઈ શેરને લઈને ચર્ચાઓ વધી રહી હોય ત્યારે નાના રોકાણકારોને લાગે છે કે આ સારો સમય છે. હવે તેમાં પૈસા રોકવા જોઈએ. યાદ રાખો શેર બજારમાં ક્યારે પણ મોડું નથી થતું. તમારે મગજમાંથી સૌથી પહેલા ફોમો કાઢવો પડશે.
  • પેશન્સ રાખવું જરૂરી: એક વખત જો તમે પૈસાનું રોકાણ કરી નાખ્યું છે. એ બાદ તમારે નિશ્ચિંત થઈને બેસી જવાનું છે. 2-3 વર્ષ માટે તમારે એ પૈસાને જ ભૂલી જવાનું છે. જો તમે રાતોરાત શેરના પડવા અને ઉપડવાને લઈને પ્રભાવિત થાઓ છો તો તમે પૈસા નહીં બનાવી શકો.
  • એવા જ પૈસાનું રોકાણ કરો જે બફરમાં હોય: શેર બજારમાં તમારે એવા જ પૈસા લગાવવા જોઈએ જે તમારી પાસે બફરમાં પડ્યા હોય. એવા પૈસા જેની તમારે નજીકના ભવિષ્યમાં જરૂર ના પડે. ક્યારે પણ ઉધારના પૈસાને શેરમાં રોકાણ કરવા જોઈએ નહીં.
  • મોટા પ્રોફિટ માટે રાહ જુઓ: સામાન્ય રીતે નાના રોકાણકારો થોડો જ પ્રોફિટ દેખાય છે તો તરત જ શેર વેચી નાખે છે. અને નુકસાન જાય તો નફાની રાહમાં બેઠા રહે છે. આવા રોકાણકારોએ નફાના સમયમાં રાહ જોવી જોઈએ અને જરા પણ નુકસાન જાય એટલે તરત જ ઉપાડી લેવા જોઈએ.
  • ટિપ્સની ચુંગલમાં ના પડો: તમારે આવી ટિપ્સ પર જરા પણ ભરોષો ન કરવો જોઈએ જે બધાની પાસે હોય. જો તમારી પાસે શેર માર્કેટને લઈને જરા પણ નોલેજ ન હોય તો તમારે રોકાણ કરતા પહેલા કોઈ સર્ટીફાઈડ રોકાણકાર પાસે સલાહ લો.