September 19, 2024

‘ગીતા સળગાવાઈ, ગર્ભગૃહ લૂંટાયું…’, બાંગ્લાદેશના ઇસ્કોન મંદિરને મુસલમાનોએ બનાવ્યું ‘સોમનાથ’

ઢાકા: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના તખ્તાપલટ બાદથી જે હિંસા ફાટી નીકળી છે તે અટકવાના કોઈ અણસાર નથી જોવા મળી રહ્યા. ફરી એકવાર મંદિરમાં હિંસાનો મામલો સામે આવ્યો છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પરના વિસ્તાર અને જમાત-એ-ઈસ્લામીના ગઢ ગણાતા મેહરપુરમાં આવેલા ઈસ્કોન મંદિર પર હુમલો કરવામાં આવ્યો. એટલું જ નહિ, મંદિરમાં ભગવદ ગીતા પણ સળગાવી દેવામાં આવી. આ સાથે મંદિરમાં રાખેલ હાર્મોનિયમ સહિતના વાદ્યો તોડી નાખવામાં આવ્યા. મળતી માહિતી મુજબ ટોળાએ મંદિરના ગર્ભગૃહમાં પણ લૂંટફાટ કરીને અને આગ લગાડી દીધી હતી.

મંદિરના પ્રભારી પ્રભુજીએ કહ્યું કે લઘુમતીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. 5 તારીખ પહેલા લગભગ 5 વાગે ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મુસલમાનોનું ટોળું સાથે પેટ્રોલ બોમ્બ અને વિસ્ફોટકો લઈને આવ્યા હતા. તે સમયે મંદિરમાં 16 લોકો હાજર હતા. મંદિરમાં રહેલા ઘરેણાં, પ્રાચીન ગ્રંથો સહિતની તમામ વસ્તુઓ સળગાવી દેવામાં આવી હતી. મંદિર બનાવવા માટે મળેલ 10 લાખ ટકા (લગભગ 6 લાખ રૂપિયા)નું દાન પણ લૂંટી લીધું હતું. મંદિર પરિસરમાં રહેલ એક બાઇક પણ ટોળાએ સળગાવી દીધી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે અમારી પાસે ભાગવત ગીતા સહિતના 200 વર્ષ કરતાં જૂના ગ્રંથો હતા, તે પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આ જ જગ્યાએ અમે ભગવાન જગન્નાથજીની સેવા કરતા હતા, તે પણ લૂંટીને લઈ ગયા. મંદિરમાં અચાનક એક ટોળું આવ્યું અને મંદિર પર હુમલો કર્યો. મંદિરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓ અને ધાર્મિક ગ્રંથો સળગાવી નાખ્યા. અનુયાયીઓ સ્થળ પર આવીને બાકીના પુસ્તકો સુરક્ષિત કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ ઈસ્કોન મંદિર ભાડાના મકાનમાં ચાલતું હતું અને અલગ નવું મંદિર બનાવવા માટે દાન એકત્રિત કરવામાં આવી રહ્યું હતું.