January 25, 2025

મુકેશ અંબાણી લાવશે સસ્તો 5G ફોન

Reliance Jio: જો તમે 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર અમે લઈને આવ્યા છીએ. રિલાયન્સ જિયો તેના લાખો ગ્રાહકો માટે સસ્તો 5G સ્માર્ટફોન લાવશે તેની તૈયારીઓ કરી રહ્યું છે.

આ પણ વાંચો: BSNLનો 336 દિવસનો આ સસ્તો રિચાર્જ પ્લાન છે બેસ્ટ, મોંઘા પ્લાનના ટેન્શનમાંથી મળશે રાહત

સારી નેટવર્ક કનેક્ટિવિટી મેળવવી
મુકેશ અંબાણી ટૂંક સમયમાં ગ્રાહકો માટે સસ્તો 5G ફોન લાવવા જઈ રહ્યા છે. રિલાયન્સ જિયોએ મોટાભાગના વિસ્તારમાં 5G નેટવર્ક ફેલાવી દીધું છે. રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી અમર્યાદિત 5G ડેટા ઓફર કરી રહી છે. સસ્તા 5G સ્માર્ટફોનને નેટવર્કમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. દેશભરના કરોડો ગ્રાહકો માટે સસ્તો અને પરવડે તેવા સ્માર્ટફોન લાવવા માંગીએ છીએ. સુનીલ દત્તે કહ્યું કે નવા સ્માર્ટફોનથી ગ્રાહકોને ઓછા ખર્ચે સારી નેટવર્ક કનેક્ટિવિટી મેળવવી સરળ બનશે.