December 22, 2024

શું ધોની બનશે ટીમ ઈન્ડિયાનું વાઈલ્ડ કાર્ડ?

IPL 2024 ચાલી રહી છે. ત્યારે હવે T20 વર્લ્ડ કપની ચર્ચા થવા લાગી છે. T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધારે ચર્ચા કોઈ સ્થાનની રહેતી હોય તો તે છે વિકેટકીપરની. જોકે આ સ્થાનના ઘણા વિકેટકીપરના. આ સ્થાનની ચર્ચાની સાથે એમએસ ધોની ચર્ચા થઈ રહી છે.

વાપસીનો મુદ્દો
IPL 2024 આ વખતની સિઝનને અડધાથી વધુ સમય પૂરો થવા આવ્યો છે. આ સમય દરમિયાન એક ચર્ચા ખુબ થઈ હતી કે ટીમ ઈન્ડિયામાં કોને સ્થાન મળશે? ટૂર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારે વિરાટનું નામ ખુબ ચર્ચામાં આવ્યું હતું. પરંતુ મેચ આગળ વધતાની સાથે ધીમે-ધીમે વિકેટકીપરનો મુદ્દો વધારે ચર્ચામાં આવ્યો હતો. હવે આ ચર્ચામાં રહેલા નામમાંથી કોને સ્થાન મળશે તે જોવાનું રહ્યું. આ તમામ વાત વચ્ચે ધોનીની ટીમ ઈન્ડિયામાં વાપસીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો: સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી, રિષભ પંતનું વર્લ્ડ કપ રમવું નિશ્ચિત

ટીમ ઈન્ડિયાનું વાઈલ્ડ કાર્ડ?
તમને જણાવી દઈએ કે ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. લાસ્ટમાં વર્ષ 2019 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે સમયથી અત્યાર સુધી તે ફકત IPLમાં જ જોવા મળે છે. પરંતુ આ વખતે અને છેલ્લી સિઝનમાં તેના બેટના પ્રદર્શને ચાહકોને ખુશ કરી દીધા છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે શું ધોની નિવૃત્તિ છોડીને ટીમ ઈન્ડિયામાં ફરી વાપસી કરી શકશ? હવે ખરેખર તેની વાપસી થાય છે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું. પરંતુ ધોનીએ આઈપીએલમાં હાલ અત્યાર સુધી ધોનીએ 6 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે અને માત્ર 35 ઇનિંગ્સમાં 91 રન બનાવ્યા છે, જેમાં 8 ફોર અને 8 સિક્સ સામેલ છે. તેનો સૌથી વધુ સ્ટ્રાઈક રેટ 260 છે.