November 28, 2024

ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું, સ્ટાર ખેલાડી હજુ ફિટ નથી

IND vs BAN: ભારત vs બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પહેલી સિરીઝ માટે ટીમ ભારતની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરિઝમાં 2 મેચ રમાવાની છે. આ સિરિઝની પહેલી મેચ ચેન્નાઈમાં રમાવાની છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના એક ખેલાડીની ખોટ ચોક્કસ રહેશે. આ ખેલાડી મોહમ્મદ શમી છે. શમી ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર જોવા મળી રહ્યો છે. જોકે ક્રિકેટ ચાહકોને આશા હતી કે તે આ સિરિઝમાં જોવા મળી શકે છે. પરંતુ આવું થયું નહીં.

શામીનું હોવું જરૂરી છે?
મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાના એવા ખેલાડી છે કે જે ક્યારે પણ જીતને પોતાના પક્ષમાં ફેરવી શકે છે. શમીના દમ પર ટીમ ઈન્ડિયાએ ઘણી વખત જીત પ્રાપ્ત કરી છે. શમીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઘણો સમય લાગી શકે છે. જેના કારણે તેને આ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી. શમી દુલીપ ટ્રોફીમાં પણ રમતો જોવા મળ્યો નથી. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ પણ થોડા જ સમયમાં રમાવાની છે.

આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!

મોહમ્મદ શમીની વાપસી
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સિરીઝની શરૂઆત 16મી ઓક્ટોબરથી થશે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે મોહમ્મદ શમીની વાપસી થઈ શકે છે. જો શમી આ સિરીઝમાં તે વાપસી કરી શકતો નથી તો ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મહત્વની વાત એ છે કે ભારતની જીતમાં ફાસ્ટ બોલરોની ભૂમિકા ઘણી ખાસ છે.