October 13, 2024

પેરાલિમ્પિક્સ 2024નો કપલનો વીડિયો વાયરલ, તમે પણ થઈ જશો ભાવુક

Paris Paralympics Viral Video: પેરિસ પેરાલિમ્પિક્સમાં પેરા એથ્લેટ્સનું જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ વખતે પેરાલિમ્પિકમાં ભારતે પોતાનો જ રેકોર્ડ તોંડી નાંખ્યો છે. ભારતે આ વખતે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ટોટલ 29 મેડલ ભારતે જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત 18માં સ્થાને છે. આ વખતે પેરાલિમ્પિક ઈતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ પહેલા ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં 20 મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ વચ્ચે હવે એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ગોલ્ડ મેડલ જીત્યો
પેરિસ પેરાલિમ્પિક્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મેગા ઈવેન્ટમાં પતિ-પત્ની બંનેએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બાદ કપલની ખુશી જોવા મળી રહી છે. આ બંને કપલની સ્ટોરી ખૂબ પ્રેરણાદાયી છે. બંનેને પગ નથી એમ છતાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ કપલે પોતાની કમજોરીને તાકાત બનાવી લીધી હતી. હવે ફેન્સ સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

આ પણ વાંચો: DPL 2024 Final: ઈસ્ટ દિલ્હી રાઈડર્સે દિલ્હી પ્રીમિયર લીગ જીતી

શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું
પેરિસ પેરાલિમ્પિકમાં ચીને સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં 94 ગોલ્ડ, 76 સિલ્વર અને 76 સિલ્વર અને 50 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. બ્રિટન બીજા સ્થાને રહ્યું હતું. બ્રિટને કુલ 124 મેડલ જીત્યા. ભારતે આ વખતે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ટોટલ 29 મેડલ ભારતે જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત 18માં સ્થાને છે.