January 24, 2025

મુંબઈની 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, સામે આવ્યું ગુજરાત કનેક્શન

Mumbai: મુંબઈના વાકોલામાં 13 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં વાકોલા પોલીસે 21 વર્ષીય યુવક વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને તેની ગોરેગાંવથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી અને પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.

આરોપી પીડિતાને અંધેરીમાં એક જગ્યાએ લઈ ગયો. જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ કર્યો. બાદમાં 15 ઓગસ્ટે તે તેને ગામડે લઈ જઈ રહ્યો હોવાનું કહીને તેને ગુજરાત લઈ ગયો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટના રોજ જ્યારે યુવતી લાંબા સમય બાદ ઘરે પરત ન આવી ત્યારે આરોપીએ તેની સાથે વધુ ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યો હતો. થોડા દિવસો પછી છોકરી જાતે જ ઘરે પાછી ફરી અને જ્યારે પરિવારે તેની પૂછપરછ કરી તો તેણે આ ઘટનાનો ખુલાસો કર્યો.

આરોપીને ઓળખવા માટે પીડિતાએ ઈન્સ્ટાગ્રામ પરથી તેનો ફોટો તેના પરિવારને બતાવ્યો. છોકરાની ઓળખ કર્યા પછી, તેઓ પીડિતાને નજીકના વાકોલા પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસને ઘટના વિશે જાણ કરી. મામલાની ગંભીરતાને જોતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ 4, 8 અને 12 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. આરોપી હોટલમાં કામ કરે છે અને ગોરેગાંવ વિસ્તારમાં રહે છે.

આ પણ વાંચો: શેરબજારમાં મજબૂત શરૂઆત; સેન્સેક્સ 200 અંક ઉછળ્યો, નિફ્ટી 24800 પાર

તાજેતરમાં મહારાષ્ટ્રના બદલાપુર અને અકોલામાં પણ સગીરો સાથે બળાત્કારના કિસ્સા સામે આવ્યા છે. બદલાપુરમાં નર્સરી ક્લાસની બે છોકરીઓ પર બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ લોકોમાં ગુસ્સો છે અને તેના કારણે 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું છે.