December 22, 2024

MI vs DC: હાર્દિક-પંત આમને-સામને આવશે, જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન

IPL 2024: આજે MI અને DC વચ્ચે મેચ છે. હાર્દિક અને પંત આમને-સામને જોવા મળશે. બંને ટીમો વચ્ચે આ સિઝનની આ બીજી મેચ છે. બંને ટીમ આ મેચ માટે તૈયાર છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

આમને સામને આવવાની
IPLમાં અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સનો 34 વખત આમનો સામનો થયો છે. જેમાંથી મુંબઈની ટીમને 34માંથી 19 મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે 13 વખત જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે આ સિઝનની આ બીજી મેચ છે. અગાઉ જ્યારે બંને ટીમો સામસામે આવી હતી ત્યારે મુંબઈ ઈન્ડિયન્સની જીત થઈ હતી. ફરી એક વખત આજના દિવસે બંને ટીમ આમને સામને આવવાની છે. જોવાનું રહ્યું કે આજની મેચમાં કોની જીત થશે.

આ પણ વાંચો: KKR vs PBKS: કોલકાતાના ઓપનિંગ બેટ્સમેનોએ બનાવ્યો ખાસ રેકોર્ડ

બંને ટીમોની સંભવિત XI:

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન – ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર, પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શે હોપ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન)

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત ઈલેવન –ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ અને જસપ્રિત બુમરાહ, રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી

મફતમાં લાઇવ મેચ
આ મેચ જિયો સિનેમામાં ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને આ IPL મેચ ફ્રીમાં જોઈ શકો છો.