November 19, 2024

જૂન મહિનાના સેલ્સ ડેટામાં થયો ખુલાસો, લોકોની ફેવરીટ છે આ કાર

Maruti Vs Tata Vs Hyundai: જૂન મહિનો પૂરો થઈ ગયો છે. ત્યારે ઓટો સેક્ટર સાથે સંબંધિત મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ઓટો વેચાણના આંકડા જાહેર કર્યા છે. ઓટો સેક્ટરની ઘણી કંપનીઓએ વેચાણના આંકડા જાહેર કર્યા છે. અમે અત્યારે મારુતિ અને હ્યુન્ડાઈના જૂનના વેચાણના આંકડા વિશે વાત કરવાના છીએ. આ બંને કંપની વાત કરવામાં આવે તો વેચાણના મામલે ટોપ-3 કંપનીઓમાં સામેલ છે. ત્યારે જાણો કે આ બંને કંપનીમાંથી ગયા મહિનામાં વેચાણ સૌથી વધારે કંઈ કંપનીનું થયું છે.

મારુતિના વેચાણમાં ઉછાળો
આ બંને કાર કંપનીઓ દેશની મહત્વની કાર ઉત્પાદક કંપનીઓ છે. જૂન મહિનાના વેચાણના આંકડાની વાત કરવામાં આવે તો મારુતિના વેચાણમાં 12 ટકાનો ઉછાળો આવ્યો છે. જૂનમાં કંપનીએ કુલ 1,79,228 યુનિટ્સનું વેચાણ કર્યું છે. સ્થાનિક વેચાણની વાત કરવામાં આવે તો આંકડો 1,37,160 યુનિટ હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 1,33,027 યુનિટ હતો. બલેનો, ઝાયર, ઇગ્નિસ, સ્વિફ્ટ, સેલેરિયો, ટૂર એસ અને વેગનઆરનું વેચાણ 64,049 યુનિટ રહ્યું છે.

આ પણ વાંચો: સ્ટાઈલિશ સ્કૂટર લેવાનો વિચાર હોય તો ‘Dragon’ છે બેસ્ટ મોડલ

હ્યુન્ડાઇ ઇન્ડિયા વેચાણ
હ્યુન્ડાઇના વેચાણની વાત કરવામાં આવે તો હ્યુન્ડાઈ ઈન્ડિયાએ જૂનમાં 64,803 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. સ્થાનિક વેચાણની વાત કરવામાં આવે તો કંપનીએ જૂન 2023ની સરખામણીએ જૂન 2024માં માત્ર 100 યુનિટ વધુ વેચ્યા છે. કંપનીના ગ્રોથની વાક કરવામાં આવે તો 0.20 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જૂન 2024 માં, કંપનીએ 50103 એકમોનું વેચાણ તો ગયા વર્ષ જૂન 2023 માં કંપનીએ 50001 એકમોનું વેચાણ કર્યું હતું. મહત્વની વાત એ છે કે કંપનીના નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જૂન 2024માં 15600 યુનિટ અને જૂન 2023માં 14700 યુનિટની નિકાસ કરી હતી. ટાટા મોટર્સના વેચાણના આંકડાની વાત કરવામાં આવે તો  સ્થાનિક વેચાણમાં 8 ટકાનો ઘટાડો થયો છે. કુલ સ્થાનિક વેચાણમાં 8 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ જૂન 2024માં 74,147 યુનિટ વેચ્યા છે. જ્યારે જૂન 2023માં 80,383 યુનિટ વેચાયા હતા.