વોટ્સએપમાં માર્કેટિંગ મેસેજને આ રીતે કરો બંધ
અમદાવાદ: આજના સમયમાં તમામ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. માહિતની આપ લે કરવી હોય કે વાતચીત કરવી હોય આજના સમયમા સૌથી વધારે આ તમામ કાર્ય માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શુ તમારા વોટ્સએપમાં માર્કેટિંગના મેસેજ આવી રહ્યા છે? આ રીતે ત છૂટકારો મેળવો.
છૂટકારો મેળવો
જો તમને હેરાન કરનારા ફેંક સંદેશાઓ મળી રહ્યા છે તો તેને બ્લોક કરી શકો છો. આ સાથે તમે એવા નંબરને બ્લોક કરી શકો છો કે જે નંબરની તમારે જરૂર જ નથી. પરંતુ જો તમારી પાસે એવો મેસેજ આવી રહ્યા છે. જે નંબર તમારા ફોનમાં સેવ છે. તો એવા નંબરને બ્લોક કરી દો. જો તમને WhatsApp પર માર્કેટિંગ અને પ્રમોશનલ મેસેજ આવી રહ્યા છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેના માટે અમે તમને જણાવીશું કે કેવી રીતે છુટકારો મેળવી શકો છો. આવા માર્કેટિંગના મેસેજ આવે છે તો તમે તેને બ્લોક કરી શકો છે. જોકે મહત્વની સરકાર પણ તેમને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ હજુ પણ યુઝર્સ આવા મેસેજ મેળવે છે.
આ પણ વાંચો: જાણો WhatsApp પ્રતિબંધિત એકાઉન્ટને કેવી રીતે ચાલુ કરવું
આ કરી શકો
જો ફેંક મેસેજ આવી રહ્યા છે તો તમે તેને બ્લોક કરી શકો છો. આ સાથે તમે રિપોર્ટ વિકલ્પને પસંદ કરીને પણ છૂટકારો મેળવી શકો છો. જો તમે રિપોર્ટ કરો છો તો તમે તેને સરળતાથી રોકી શકો છો. માર્કેટિંગ અને પ્રમોશનલ સંદેશાઓને બિઝનેસ એકાઉન્ટમાં પણ શિફ્ટ કરી શકો છો. જેના કારણે એ સંદેશા તમારા વોટ્સએપ પર નહીં આવે અને તે તમારા બિઝનેસ એકાઉન્ટમાં જતા રહેશે. જો વોટ્સએપ પર માર્કેટિંગ અને પ્રમોશનલ મેસેજ વધી રહ્યા છે. તો તમારે ચેતી જવાની જરૂર હતી. ઘણી વખત આવા મેસેજમાંથી તમે કૌભાંડનો શિકાર પણ બની શકો છો. આવા મેસેજ દ્વારા યુઝર્સ પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા મેસેજને ધ્યાનથી વાંચો અને જો તમને થોડી પણ શંકા લાગે છે તો તેને તરત જ બ્લોક કરી દો.