આ દેશમાં વોટ્સએપ અને થ્રેડ્સ પર પ્રતિબંધ!
અમદાવાદ: આજના સમયમાં મોટા ભાગના લોકો સોશિયલ મીડિયા ઉપયોગ કરે છે. જો આ એપ્સ બંધ થઈ જાય તો કેવી હાલાત થાય? કેમ કે આપણને દરેકને એવી આદત થઈ ગઈ છે સોશિયલ મીડિયા એપ્સની કે હવે તેના વગર રહેવું મુશ્કેલ છે. તેમાં પણ વોટ્સએપ તો આજના લોકોનું હૃદય થઈ ગયું છે. ઉઠતાની સાથે લોકો ફોનમાં વોટ્સએપ ખોલતા હોય છે. એવી લત લાગી ગયા પછી એ એપ્સ બંધ થઈ જાય તો? આવા જ એક સમાચાર અમે લઈને આવ્યા છીએ.
આ દેશમાં પ્રતિબંધિત
વોટ્સએપ અને થ્રેડ્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝકરબર્ગની સોશિયલ મીડિયા એપ્સ વોટ્સએપ અને થ્રેડ્સને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. ચીનમાં મેટાની આ બંને એપ પર કાર્યવાહી કરવામાં આવી છે. ચીનની સરકારે આ બંને એપ્સને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. આ સાથે એપલે પણ તેના એપ સ્ટોરમાંથી આ બંને એપ્સને દુર કરવાની સૂચના આપી છે. જે પછી એપલે ચીનના એપ સ્ટોરમાંથી આ બંને એપ્સને હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે સરકારે મેટાની અન્ય એપ્સ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
આ પણ વાંચો: ગૂગલ ડૂડલે ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઉજવ્યો
પ્રતિબંધ લાદવામાં આવ્યો
પાકિસ્તાન સરકારે સુરક્ષા કારણોસર એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પણ બંધ કરી દીધું છે. ચીનની સરકારે મેટાના આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સુરક્ષામાં ભંગ થઈ રહ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. ચીનના સાયબર સ્પેસ એડમિનિસ્ટ્રેશને તેમને હટાવવાનો આદેશ જારી કર્યો છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વ્હોટ્સએપ અને થ્રેડ્સ ચીનની રાષ્ટ્રીય સુરક્ષા માટે કેવી રીતે ખતરો બની રહ્યા છે. જોકે એપલે માહિતી આપી કે મેટાની આ બંને એપ્સ ચીન સિવાયના દેશોમાં એપ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હશે.