November 18, 2024

પ્રેમીને આકર્ષવા વેલેન્ટાઇન વીકમાં આવી રીતે થાવ તૈયાર

Valentine 2024: આજકાલ મેકઅપ કરવો ઘણો સામાન્ય બની ગયો છે. લોકો નાના મોટા પ્રસંગો હોય કે પછી નાની એવી ડિનર ડેટ હોય તો પણ એકદમ જોરદાર મેકઅપ સાથે ગર્લ્સ જતી હોય છે. એવામાં વેલેન્ટાઈન ડેની વાત કરવામાં આવે એ સમયે તો પ્રેમી માટે કંઈક અલગ જ રીતે પ્રેમિકાઓ તૈયાર થતી હોય છે.

આ વેલેન્ટાઈન ડે પર તમને તક મળે તો કંઈક અલગ પ્રકારનો મેકઅપ કરવાની ટ્રાય કરો. જેની કેટલીક ટિપ્સ તમારા માટે અમે લઈને આવ્યા છીએ. આ એવા મેકઅપ છે. જેને કર્યા પછી તમારા પાર્ટનરની આંખો તમારાથી હટશે નહીં.1. રોઝ ગોલ્ડ શિમર મેકઅપ લૂક ( Rose Gold Shimmer Makeup Look)
જો તમે પણ તમારા લૂકને વેલેન્ટાઈન ડેના દિવસે ક્લાસી રાખવા માંગો છો તો તમારા માટે રોઝ ગોલ્ડ શિમર મેકઅપ લૂક ઘણો જ જોરદાર લાગે છે. જે જોવામાં સટલ અને ક્લાસી લાગે છે. આ મેકઅપ કરવા માટે તમને તમારી આંખોના મેકઅપ પર વધુ ધ્યાન આપવું પડશે.આંખો પર તમારે રોઝ ગોલ્ડ શિમર મેકઅપનો ઉપયોગ કરવાનો રહેશે. બસ, તમારે અહીં એ વાત પર ધ્યાન રાખવાનું રહેશે કે આ મેકઅપનો બેઝ થોડો ગ્લોઝી હોય.2. પિંક મેકઅપ લૂક(Pink Makeup Look)
પિંક કલર દરેક છોકરીઓને પસંદ છે. તેને તમે પોતાના મેકઅપ લૂકમાં પણ લાવી શકો છો. આ લૂકને ટ્રાય કરવા માટે તમારે ફાઉન્ડેશન, પિંક ટિંટ અને લિપસ્ટિકની જરૂર પડે છે. આ માટે તમારે પોતાના ફાઉન્ડેશન અને મેકઅપ પાઉડરથી બેઝને સેટ કરો એ બાદ ટિન્ટનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ કરીને આઈશેડો અને બ્લશ લગાવો. એ બાદ લિપસ્ટિકમાં પણ સેમ કલર લગાવો. તૈયાર છે તમારો પિંક લૂક3 બોલ્ડ રેડ લિપ્સ મેકઅપ લૂક(bold red lips makeup look)
આ વેલેન્ડાઈન ડે પર તમે બોલ્ડ રેડ લિપ્સ મેકઅપ લૂક પસંદ કરી શકો છો. તેને ચહેરા પર સરળતાથી લગાવી શકો છો. આ મેકઅપમાં લિપસ્ટિકના શેડથી મેકઅપને સેટ કરવામાં આવે છે. જેમાં તમારે પુરો મેકઅપ લાઈટ રાખવાનો છે. બાકીનું બધી લિપસ્ટિક સંભાળી લેશે.