October 7, 2024

Valentine Special : તમારા ડ્રેસ અનુસાર ટ્રાય કરો આ હેરસ્ટાઈલ

આ વેલેન્ટાઈન વીકમાં તમે ખુબ જ ગ્લૈમરસ અને ખુબ સુંદર તૈયાર થઈને તમારા પાર્ટનરને સરપ્રાઈસ કરી શકો છો. આ સ્ટાઈલિસ લુકને તમે ઘરે સરળતાથી 10 મિનિટની અંદર તૈયાર કરી શકો છો. આજે અમે તમને વેલેન્ટાઈન માટેની ખાસ હેર સ્ટાઈલ જણાવીશું. જે ખુબ જ ટ્રેન્ડી હોવાની સાથે તમારા વેલેન્ટાઈનને ખાસ પણ બનાવી નાખશે.
આ પણ વાંચો: Valentine Weekના બધા દિવસોનું છે એકબીજા સાથે કનેક્શન

કર્લી ગર્લ લુક
આ ક્યૂટ લુક માટે સૌથી પહેલા વાળને સારી રીતે કાંસકાથી સરખા કરો. હવે તેને હોટ રોલર્સથી વાળને તેમાં રોલ કરો. જેના કારણે વાળ કર્લી દેખાશે. એ બાદ ઓછામાં ઓછી 1 મિનિય માટે વાળને ડ્રાય કરો. હવે વાળને રોલર્સમાં 1 મિનિય માટે રાખો. હવે એ વાળને અનરોલ કરી નાખો.તૈયાર છો તમારો કર્લી લુકફિશ ટેલ મર્મેડ લુક
તમે જલ પરીઓની વાર્તાઓ ઘણી સાંભળી હશે. આ વેલેન્ટાઈન તમે પણ જલપરીની જેમ સુંદર દેખાઈ શકો છો. આ લુક માટે સૌ પ્રથમ ગરદનને થોડી નમાવીને વાળને સારી રીતે કાંસકો કરો. જેથી વાળ નરમ બને અને ઘટ્ટ દેખાય.ત્યાર બાદ વાળને માથાની ડાબી બાજુએ ખસેડીને બે સરખા ભાગોમાં વહેંચો. એ બાદ એક બાજુથી થોડા વાળ લો અને ડાબેથી જમણે પ્લેટ્સ બનાવો અને પછી બીજી બાજુથી તે જ પ્રક્રિયાને ફરી કરો.રેટ્રો લુક
વાળને સારી રીતે બ્રશ કરો અને તેને બે સરખા ભાગોમાં વહેંચો. આગળની બાજુથી એક સામાન્ય પાર્ટીશન બનાવો અને પાછળથી બે છૂટક પોની પૂંછડીઓ બનાવો. જેલ લગાવી વાળને નીચેથી સારી રીતે ટૉસલ કરો. આ લુક સાથે મેચિંગ ઈયરિંગ્સ તમારા લૂકને વધારે હાઈ લાઈટ્સ આપશે.

આ પણ વાંચો: Valentines Week: ઘરની આ વસ્તુઓનો ઉપયોગ કરી વેલેન્ટાઈન માટે થાઓ તૈયાર