સુગર ફ્રી પંજાબી લસ્સી આ રીતે બનાવો, નહીં વધે તમારું વજન

Punjabi Lassi: ગરમીમાં એક ગ્લાસ ઠંડી-ઠંડી લસ્સી મળી જાય તો મજા જ પડી જાય. પણ શુગરની ચિંતા હોય તો? એનો એકદમ સરળ ઉકેલ છે – સુગર ફ્રી પંજાબી લસ્સી! જેનો ટેસ્ટ પણ આવશે મસ્ત અને સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક. આવો જાણીએ કે સુગર ફ્રી પંજાબી લસ્સી બનાવવાની રીત.
લસ્સી બનાવવા માટેની સામગ્રી
- 2 કપ દહીં
- સ્વાદ મુજબ ગોળ
- અડધો ગ્લાસ ઠંડુ પાણી
- 4-5 કાજુ
- 4-5 બદામ,
- 4-5 પિસ્તા,
- 2-3 ખજૂર
- કેસર
- 1 ચમચી ક્રીમ.
આ પણ વાંચો: Champions Trophy 2025: IND vs NZ વચ્ચેની મેચમાં દુબઈ પિચ કેવી રહેશ?
લસ્સી બનાવવાની રીત
સૌપ્રથમ તમારે બદામ, પિસ્તા અને ખજૂરને થોડા સમય માટે પલાળી દો. પછી દહીંને મિક્સર કે ચર્નરથી ફેટી લો. હવે તેમાં અડધો ગ્લાસ પાણી અને ગોળ ઉમેરો. પલાળેલા ડ્રાયફ્રૂટ્સને પીસીને લસ્સીમાં ઉમેરી મિક્સ કરો. આ મિશ્રણને ગ્લાસમાં લો, ઉપરથી ક્રીમ અને કાપેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. બસ, તૈયાર છે પંજાબી સ્ટાઇલનીહેલ્ધી લસ્સી.