January 24, 2025

વિજાપુરમાં અજીબોગરીબ ઘટના, મૃતક પોતાના જ બેસણામાં આવ્યો!

મહેસાણાઃ વિજાપુરમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં ગુમ યુવક પોતાના જ બેસણામાં હાજર થયો હતો. તેને જોતાં જ લોકો અચંબિત થઈ ગયા હતા. તો બીજી તરફ, હવે એ સવાલ ઉભો થાય છે કે, પરિવારે જેને પોતાનો પુત્ર સમજીને અંતિમસંસ્કાર કર્યા હતા તે યુવક કોણ હતો.

મળતી માહિતી પ્રમાણે, મૂળ વિજાપુરનો અને અમદાવાદના નરોડામાં રહેતો યુવક ગુમ થઈ ગયો હતો. નરોડામાં શેરબજારનો વ્યવસાય કરતો યુવક બ્રિજેશ સુથાર 27 ઓક્ટોમ્બરના રોજ ગુમ થયો હતો. આ અંગે પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક યુવકની લાશ મળી હતી. ત્યારે પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા. બીજા દિવસે યુવક ઘરે આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે હવે એ સવાલ ઉભો થાય છે કે અંતિમસંસ્કાર કર્યા એ લાશ કોની હતી.