December 19, 2024

જાપાનમાં 7.5 તીવ્રતાનો ભયંકર ભૂકંપ, સુનામીની ચેતવણી

1 જાન્યુઆરી 2024ના રોજ ભૂકંપ બાદ જમીન પર તિરાડો જોવા મળી.

ટોક્યો: સમગ્ર વિશ્વ ક્રિસમસ પાર્ટી અને વર્ષ 2024ની ઉજવણી કરી રહ્યું છે તો બીજી બાજુ આજે પશ્ચિમ જાપાન કુદરતી આફતને કારણે દુખદ ઘટના બની રહી છે. છેલ્લા ત્રણ જ દિવસ બાદ આજે જાપાનમાં ફરી એક મજબૂત ભૂકંપ અનુભવાયો હતો, જેની તીવ્રતા 7.6 માપવામાં આવી હતી. જાપાનમાં ભૂકંપ સામાન્ય બાબત છે પરંતુ આજે આવેલા આ ભૂકંપની તીવ્રતા ઘણી વધારે હોવાથી લોકોમાં ફફળાટનો માહોલ જોવા મળ્યો છે. બીજી બાજુ ભૂકંપના જોરદાર આંચકા બાદ વૈજ્ઞાનિકો દ્વારા સુનામીનું એલર્ટ પણ જાહેર કરાયું છે. હાલમાં દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેને કારણે દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક ખસેડવના આદેશ આપી દીધા છે. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવા ખોરવાઇ ગઇ છે.

https://twitter.com/FunMauji/status/1741738516248441158?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1741738516248441158%7Ctwgr%5E31998a564d17303190cf1ea5eaba41a449e89ac0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fnews%2Fworld%2Fjapan-earthquake-high-speed-trains-stopped-tsunami-alert-japan-trembled-due-to-7-5-magnitude-earthquake-people-were-asked-to-go-to-higher-places-873334

સુનામીની ચેતવણી
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર મધ્ય જાપાનમાં આજે 7.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ 28 ડિસેમ્બરે જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ ટાપુઓમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. ત્યારબાદ પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના દરિયા કિનારાની સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રાન્તમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ
જાપાનમાં ભૂકંપની સાથે સાથે સુનામીની પણ ચેતવણી આપી દીધી છે. જેના કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 5 મીટર ઉંચા સુનામીના મોજાના ભયને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન રેસ્કયૂ ટીમોઓ પણ સુનામી પ્રભાવિત વિસ્તારમાં પહોંચી ગઈ છે. જાપાનના એક અહેવાલ મુજબ, ઇશિકાવા પ્રીફેક્ચરમાં વાજિમા શહેરના દરિયાકિનારે 1 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા. બીજી બાજુ જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ હોકુરીકુ ઈલેક્ટ્રોનિક પાવર કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે ભૂકંપ બાદ અંદાજે 36,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. હાલમાં અમે પાવર પ્લાન્ટ પર આ ભૂકંપની અસરની તપાસ કરી રહ્યા છીએ.

2011માં લગભગ 16 હજાર લોકોના મોત થયા
નોંધનયી છે કે અગાઉ માર્ચ 2011માં જાપાનમાં 9ની તીવ્રતા વાળા ભયંકર ભૂકંપને કારણે મોટી સુનામી આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ભૂકંપ પછી આવેલી સુનામીએ ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને બરબાદ કરી નાખ્યો હતો. આ સુનામીને નુકસાનની દ્રષ્ટિએ એક મોટી ઘટના માનવામાં આવી હતી. આ સુનામીમાં દરિયામાં ઉઠેલા 10 મીટર ઉંચા મોજાંએ અનેક શહેરોની હાલત ખરાબ કરી દીધી હતી. આ ભયંકર સુનામીમાં લગભગ 16 હજાર લોકોના મોત થયા હતા. ત્યારબાદ, માર્ચ 2022માં, ફુકુશિમાના દરિયાકાંઠે 7.4 તીવ્રતાના ભૂકંપથી પૂર્વ જાપાનના મોટાભાગના વિસ્તારો હચમચી ગયા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા હતાં.

અગાઉ જાપાનમાં ભૂકંપને કારણે મોટી સુનામી આવી હતી. (ફાઇલ ફોટો)