December 19, 2024

Magnesiumની ઉણપથી શરીરમાં થાય છે આ મોટા નુકસાન

આપણા શરીરને ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. જેમાંથી એક છે મેગ્નેશિયમ. આ મેગ્નેશિયમના કારણે શરીરમાં 300થી પણ વધારે કામો થાય છે. જેમ કે સ્નાયુઓનું સંચાર, હાડકાઓ મજબૂત થવા, લોહીમાં શુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખવું અને એનર્જીનું સંચાર કરવું વગેરે. આપણી અનિયમિત દિનચર્યા અને અસંતુલિત આહારના કારણે શરીરમાં મેગ્નેશિયમની ઉણપ ઊભી થાય છે.

મેગ્નીશિયમની ઉણપના કારણો

થાક અને નબળાઈ: મેગ્નેશિયમ શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જરૂરી છે. તેની ઉણપ થાક, નબળાઇ અને સુસ્તીનું કારણ બની શકે છે.

સ્નાયુઓમાં ખેંચાણ અને ધ્રુજારી: સ્નાયુ સંકોચન માટે મેગ્નેશિયમ મહત્વપૂર્ણ છે. તેની ઉણપ સ્નાયુ ખેંચાણ, તાણ અને ધ્રુજારીનું કારણ બની શકે છે.

અનિદ્રા: મેગ્નેશિયમ તણાવ ઘટાડવામાં અને ઊંઘને ​​પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તેની ઉણપ અનિદ્રાનું કારણ બની શકે છે

માથાનો દુઃખાવો અને આધાશીશી: મેગ્નેશિયમ રક્તવાહિનીઓને આરામ કરવામાં મદદ કરે છે. તેની ઉણપથી માથાનો દુઃખાવો અને માઈગ્રેનના હુમલા વધી શકે છે.

મૂડ સ્વિંગ અને ચિંતા: મેગ્નેશિયમ મગજમાં રસાયણોનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેની ઉણપથી મૂડ સ્વિંગ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો: આ વર્ષે લોન્ચ થવા જઈ રહી છે આ જોરદાર બાઇક્સ

મેગ્નેશિયમની ઉણપને કેવી રીતે દૂર કરવી

પૌષ્ટિક આહાર: તમારા આહારમાં મેગ્નેશિયમથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો, જેમ કે આખા અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ, બીજ, ફળો, દૂધ અને દહીં.

મેગ્નેશિયમ સપ્લિમેન્ટ્સ: જો તમારામાં મેગ્નેશિયમની ઉણપ હોય, તો તમે તમારા ડૉક્ટરની સલાહ પર સપ્લિમેન્ટ્સ લેવાનું વિચારી શકો છો.

તણાવ ઘટાડવોઃ તણાવ શરીરમાં મેગ્નેશિયમનું સ્તર ઘટાડી શકે છે. તેથી, તણાવ ઘટાડવાની રીતો અપનાવો, જેમ કે યોગ, ધ્યાન અથવા કસરત.