May 20, 2024

ગુજરાતમાં દારૂબંધીથી ‘મુક્તિ’ની આ શરૂઆત….!

liquor

સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવી કે, ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી ખાતે વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી આપવામાં આવશે. આ જાહેરાત બાદ ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર આજ મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. ગીફટ સીટી ગ્લોબલ ફાઈનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. જેના કારણે આ ખાસ છુટછાટ ગાંધીનગરને આપવામાં આવી છે. ત્યારે સુરત, મોરબી અને રાજકોટમાં પણ દારૂની છુટ તરફ સરકાર વિચારણા કરે તેવી માંગ ઉઠી છે.

કોને મળી છે છૂટછાટ?
આ છૂટછાટ ગીફટ સીટીમાં કામ કરતા બધા કર્મચારીઓ અને માલિકોને આપવામાં આવી છે. જેમાં કર્મચારીઓને લીકર એક્સેસની પરમીટ આપવામાં આવશે. આ તમામ લોકો ગીફ્ટ સીટી સ્થિત હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબમાં પરમીટ દ્વારા લીકરનું સેવન કરી શકે છે. નોંધનીય છેકે, જે-તે કંપનીના કાયમી કર્મચારીઓને જ આ છૂટછાટનો લાભ મળશે.

આ પણ વાંચો: દારૂ પરની છૂટના નિર્ણયની આ બાજુ, પરમિશન સાથે પ્રોબ્લેમ પણ ખરા

રાજ્યમાં માત્ર રાજ્યવાસીઓ માટે બંધી
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે, પરંતુ એ માત્ર રાજ્યના નાગરિકો પુરતી સીમિત છે. બીજા રાજ્યમાંથી આવતા લોકોને પરમીટ દ્વાર ગુજરાતમાં દારૂ ખરીદવાની છુટ છે. ગુજરાતની બહારની વ્યક્તિ રાજ્યમાં સક્રિય એવી 58 લિકર શોપમાંથી દારૂ ખરીદી શકે છે અને પી પણ શકે છે. આ વ્યક્તિને પ્રતિ અઠવાડિયે 1 યુનિટ એટલે કે એક બોટલ આમ મહિનાની 4 બોટલ મળી શકે છે. બીજી તરફ ગુજરાત સિવાય ગુજરાતનો નાગરિક દેશના કોઈ પણ ખુણામાં જઈને દારૂનું સેવન કરી શકે છે. આમ રાજ્યના વ્યક્તિને રાજ્ય સિવાય કોઈ પણ જગ્યાએ બંધી નડતી નથી.

આ પણ વાંચો: શું ભરૂચ બેઠક BJP માટે બની જશે પ્રતિષ્ઠાનો પ્રશ્ન?

ગુજરાતનો દારૂ સાથેનો ઈતિહાસ
ગુજરાતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાથી ઘરે દારૂ બનાવવાનો રિવાજ હતો. જેવી રીતે લોકો ઘરે શાક-રોટલી બનાવે છે એવી જ રીતે એક ખાસ સમુદાયના લોકો પોતાના ખોરાકના એક ભાગરૂપે દારૂનો ઉપયોગ કરતા હતા. એ બાદ અંગ્રેજોનું શાસન ગુજરાતમાં આવ્યું અને દારૂ બનાવવા પર કંટ્રોલ લગાવવામાં આવ્યો. એ સમયે દારૂના ઉત્પાદન માટે ખાસ પરવાના પારસી સમાજને આપવામાં આવ્યા હતા, પરંતુ દારૂ બંધી કરવામાં આવી નહોતી.

આ પણ વાંચો: આ જગ્યાએ ફરવા પર છે જીવનું જોખમ!

રાજ્યમાં ફરી દારૂ બનાવવાની માંગ પણ સક્રિય
ગેરકાયદેસર દારૂનું વેચાણ અથવા નકલી દારૂની બદીને દુર કરવા માટે મહુડાનો દારૂ, તાડી, રાઈસ બિયર જેવા ઓછા આલ્કોહોલીક પીણાને બનાવવા માટે રાજ્યાના કેટલાક સમાજે માંગ કરી છે. રાજ્યના અનેક વિસ્તારના લોકો આ પ્રકારના પીણા બનાવવામાં માહિર છે. તેમણે સરકાર પાસે ઓછા આલ્કોહોલિક પીણા ઘરે બનાવીને વેચાણ કરવાની માંગ કરી હતી.