January 25, 2025

શું 1 જાન્યુઆરીથી મેગી મોંઘી થઈ જશે?

Maggi price Rise: મોડી રાતે કંઈ ખાવાનું મન થાય કે પછી શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ ગરમ ખાવાનું મન થાય તો પહેલા 2 મિનિટમાં બનતી મેગી પહેલા યાદ આવે. પરંતુ તમારી આ 2 મિનિટ વાળી હવે મોંઘી થઈ શકે છે.

આ પણ વાંચો:અમરેલીના ખેડૂતની અમદાવાદમાં થઈ ઠગાઈ, ધંધામાં રોકાણનું કહીને કરી કરોડોની છેતરપિંડી

તમારી મેગી મોંઘી થઈ શકે છે
તમારી 2 મિનિટ વાળી મેગી હવે મોંઘી થઈ શકે છે. કારણ કે કે સ્વિટ્ઝર્લેન્ડે ભારતમાંથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો હટાવવાનો નિર્ણય લીધો છે. સ્વિટ્ઝર્લેન્ડે 1 જાન્યુઆરી, 2025 થી ભારત સાથેના ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ હેઠળ મોસ્ટ ફેવર્ડ નેશન કલમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હવે આ કંપનીઓને હવે ભારતીય આવકના સ્ત્રોતોમાંથી મળેલા ડિવિડન્ડ પર 10 ટકા સુધીનો ટેક્સ ચૂકવવાનો રહેશે. નેસ્લે પર ટેક્સનો બોજ વધે છે તો ચોક્કસ તેની કિંમતમાં વધારો થઈ શકે છે. જોકે હજૂ સુધી કંપનીએ કિંમત વધારવા અંગે કંઈ નિવેદન આપ્યું નથી.