LSG vs RR Pitch Report: કેવી હશે લખનૌની પિચ?
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની બીજી મેચ આજે છે. LSG અને RR એટલે કે રાજસ્થાન રોયલ્સની ટીમ આજે લખનૌના એકાના સ્ટેડિયમમાં ટકરાશે. LSGની ટીમ 5માં જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. રાજસ્થાનની ટીમ 8 માંથી 7 મેચ જીતીને ટોપ પર છે. આવી સ્થિતિમાં આ મેચ જોરદાર બનશે. જાણો કેવી રહેશે આજની પિચ.
આ સ્પર્ધા જોરદાર બનશે
આજની સાંજે LSG અને RR એટલે કે રાજસ્થાન રોયલ્સની ટીમ લખનૌના એકાના સ્ટેડિયમમાં આમને-સામને આવશે. આઈપીએલની મેચમાં અત્યાર સુધીમાં લખનૌની ટીમ અને રાજસ્થાન રોયલ્સની ટીમ ખાલી 4 વખત જ આમને-સામને આવશે. જેમાંથી એક મેચ લખનૌ અને ત્રણ મેચ રાજસ્થાને જીતી છે. આ મેચ લખનૌમાં રમાવાની છે અને આ મેદાનમાં એલએસજી વિરોધી ટીમને ઘણી તકો આપી છે. જેના કારણે આજની મેચ થોડી કઠિન થશે તેવું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: પંજાબ કિંગ્સે થોડા દિવસોમાં SRH ટીમનો મોટો રેકોર્ડ તોડ્યો
લખનૌની પીચ
લખનૌના એકાના સ્ટેડિયમની પીચ બોલરો માટે સારી ગણવામાં આવે છે. મેદાન મોટું છે. બોલરો શરૂઆતમાં વિકેટ ન લેતા હોય તો તેમના માટે સફળતા મેળવવી મુશ્કેલ બની જાય છે. પણ સ્પિનરો આવતાની સાથે જ રન રેટ થંભી જાય છે. લખનૌનું સ્ટેડિયમ પહેલા કરતા હવે બેટિંગમાં ધીરે ધીરે યોગ્ય બની રહ્યું છે. જોકે અંદાજ મુજબ અહિંયા મોટો સ્કોર થવાની કોઈ આશા રાખી શકાય તેમ નથી. રાજસ્થાન પાસે હાલમાં કુલ 14 પોઈન્ટ છે. RR વધુ એક મેચ જીતીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે. લખનૌની ટીમ જીત્યા બાદ તેની પાસેના 10 પોઈન્ટને 12 પોઈન્ટમાં કન્વર્ટ કરવાનું ઈચ્છતા હશે. આજની મેચ રોમાંચક મેચ બની રહેશે.