December 22, 2024

દિલ્હી સામે લખનૌની જીત માટે RCB પ્રાર્થના કરશે, જાણો કેમ?

IPL 2024: આજની મેચ લખનૌ અને દિલ્હી વચ્ચે રમાવાની છે. આજની મેચ આ બંને ટીમ માટે તો મહત્વપૂર્ણ તો છે જ. પરંતુ તેની સાથે આજની મેચ RCB માટે પણ એટલી જ મહત્વની છે. આજની મેચને RCBના ખેલાડીઓ પણ ધ્યાનથી નિહાળશે.

આરસીબીને નુકસાન થશે
દિલ્હી અને લખનૌ વચ્ચેની મેચ બાદ તેને વધુ એક હારનો સામનો કરવો પડી શકે છે. આ માટે આજની મેચ મહત્વની છે. IPL 2024ની 26મી મેચમાં દિલ્હી અને લખનૌની ટીમ આજે આમને સામનો થવાની છે. લખનૌ પોઈન્ટ ટેબલમાં 4માંથી 3 મેચ જીત્યા બાદ હવે તે ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: બેટિંગ દરમિયાન રોહિત શર્માને હેરાન કરતો જોવા મળ્યો વિરાટ કોહલી!

આજની મેચ જો
દિલ્હી કેપિટલ્સ તેની છઠ્ઠી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવશે તો તેને બેવડો ફાયદો થતો જોવા મળશે. પહેલો ફાયદો એ થશે કે તેને વિજય મળશે. આ સાથે જીતના બદલામાં તેને 2 પોઈન્ટ મળશે તે તેને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને ધકેલી દેશે, જે મુંબઈ ઈન્ડિયન્સની ટીમની સામેની હાર બાદ તેના માટે બીજો ફટકો હશે. RCB હાલમાં 6માંથી 1 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર હાલની સ્થિતિમાં છે.

RCBને આ કારણે જ રાહત!
IPL 2024ના આંકડામાં લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન દિલ્હી કેપિટલ્સ કરતાં સારૂ જોવા મળી રહ્યું છે. લખનૌની જેટલી મેચ ઘરઆંગણે છે તે તમામ આંકડા મજબૂત જોવા મળી રહ્યા છે. ઘરઆંગણે રમાયેલી 18માંથી 9 મેચમાં લખનૌની જીત થઈ છે. તો બીજી બાજૂ દિલ્હી કેપિટલ્સની 17 મેચમાંથી માત્ર 6 મેચ ઘર આંગણે જીતી છે. હવે જોવાનું રહ્યું કે આજની મેચમાં કોની થાયે છે જીત અને કોને મળે છે હાર.