January 24, 2025

લોકસભા ચૂંટણીમાં આ 7 ચહેરાની જીત-હાર પર નજર રાખી રહ્યો છે દેશ

Loksabha Election: લોકસભા ચૂંટણી પરિણામ 2024ની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસથી પરિણામની રાહ જોવાઈ રહી છે. 1 જૂના છેલ્લા તબક્કાનું મતદાન પુર્ણ થયું હતું. ત્યારબાદ તમામ લોકોની નજર ચૂંટણીના પરિણામ પર હતી. અંદાજે તમામ બેઠક પરનુ પરિણામ બપોરે 1 વાગ્યા સુધીમાં આવી જશે. અમે તમને જણાવીશું એ 7 ઉમેદવાર વિશે કે જેમના પર દેશના તમામ નેતાઓની સાથે જનતાની નજર પર તેમના ઉપર છે. તેમના પરિણામની રાહ દેશ જોઈ રહ્યો છે.

કંગના રનૌત
કંગના રનૌતની વાત કરવામાં આવે તો તેમના પર તમામ લોકોની નજર છે. બોલિવૂડની ક્વીન તરીકે જાણીતી કંગના રનૌતને ભાજપે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ચૂંટણીથી ઉમેદવાર તરીકે છે. તેમની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ છે. ત્યારે તેમના પર દરેક લોકોની નજર છે કે કંગના જે સીટ ઉપરથી લડી રહી છે તેમાં કોની જીત થાય છે અને કોની હાર.

માધવી લતા
કંગના રનૌત પછી માધવી લતાનું નામ આવે છે. તમને જણાવી દઈએ કે તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટ પરથી AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી સામે ભાજપે માધવી લતાને ટિકિટ આપી છે. હૈદરાબાદ સીટ આ ચૂંટણીમાં સૌથી વધારે હોટ માનવામાં આવે છે. કારણ કે આ બેઠક ધાર્મિક સ્થળને લઈને વિવાદમાં આવી હતી. કારણ કે માધવી લતા જે હિન્દુત્વ વિશે ખૂબ જ અવાજ ઉઠાવે છે.

આ પણ વાંચો: Loksabha Election: શું આજે 1984માં બનેલો રેકોર્ડ તૂટી જશે?

સંબિત પાત્રા
સંબિત પાત્રા ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી બીજી વખત લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન સંબિત પાત્રા વિવાદમાં ફસાયા હતા જ્યારે તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ભગવાન જગન્નાથ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત છે.

કન્હૈયા કુમાર
દેશની રાજધાની દિલ્હીની નોર્થ ઈસ્ટ સીટ પરથી કોંગ્રેસે કન્હૈયા કુમારને ટિકિટ આપી છે. અહીં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાત લોકસભા સીટો માટે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. મનોજ તિવારી ઉત્તર પૂર્વ દિલ્હીથી 3જી વાર લડી રહ્યા છે. કન્હૈયા કુમાર અગાઉ 2019ની લોકસભા ચૂંટણી બિહારની બેગુસરાઈ બેઠક પરથી લડ્યા હતા.

સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બીજી વખત અમેઠી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ 2019માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવ્યા હતા.આ વખતે આ બેઠક પર કોંગ્રેસે અમેઠીથી કેએલ શર્માને ટિકિટ આપી છે.

અરુણ ગોવિલ
રામાનંદ સાગરની પ્રખ્યાત ધાર્મિક ધારાવાહિક રામાયણમાં રામનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થયેલા અભિનેતા અરુણ ગોવિલને ભાજપે ટિકિટ આપી છે. તેઓ યુપીની મેરઠ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર તેમની સામે ભારતના ઉમેદવાર અને પૂર્વ મેયર સુનીતા વર્મા સાથે છે.

કરણ ભૂષણ સિંહ
ઉત્તર પ્રદેશની કૈસરગંજ સીટની ગણતરી હોટ સીટ પરથી લડી રહ્યા છે. મહિલા કુસ્તીબાજોના વિવાદોમાં ફસાયેલા બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહને ટિકિટ આપવામાં આવી છે.