December 17, 2024

ગાંધીનગર લોકસભા બેઠકનો ઇતિહાસ, 1989થી આ મતવિસ્તાર BJPનો ગઢ

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં 26 લોકસભાની બેઠકો આવેલી છે જે પૈકી એક બેઠક ગાંધીનગર લોકસભા છે. ગાંધીનગર તો ગુજરાત રાજ્યની રાજધાની છે અને તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાં એક છે. આ બેઠકની રચના 1967માં કરવામાં આવી હતી અને આ બેઠક ઉપરથી દેશના કદાવર નેતાઓએ પોતાનું કિસ્મત પણ જમાવ્યું છે હાલ આ બેઠક ઉપર દેશના ગૃહમંત્રી અમિત શાહ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પરંતુ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી વખત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ પોતાની ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાંથી પણ સોનલબેન પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

હાલ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગર લોકસભાની બેઠકની વાત કરીએ તો આ બેઠક 1967માં અસ્તિત્વમાં આવી હતી. જોકે આ બેઠક ઉપર કોંગ્રેસ પક્ષના સોમચંદ સોલંકી પ્રથમ સાંસદ ઉમેદવાર બન્યા હતા, ત્યારબાદ 1971માં ફરી એક વખત સોમચંદભાઈ સોલંકી કોંગ્રેસ પક્ષ હેઠળ લડીને તેઓ જીત્યા હતા. 1977ની લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીના પુરુષોત્તમ માવલંકર ચૂંટણી લડ્યા હતા અને તેઓએ જીત હાંસલ કરી હતી, જ્યારે 1980માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમૃત મોહનલાલ પટેલનો વિજય થયો હતો ત્યાર પછી 1984માં કોંગ્રેસના આઈજી પટેલ આ બેઠક ઉપરથી ટાઈને આવ્યા હતા. 1989થી આ મતવિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ગયો શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડીને જીત હાંસલ કરી હતી, ત્યારબાદ 1991 પછીની આ બેઠક પરથી ભારત દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડીને જીત હાંસલ કરી હતી. 1996માં અટલ બિહારી વાજપાઈએ પણ આ બેઠક પર પોતાનું કિસ્મત અજમાવીને જીત હાંસલ કરી હતી, પરંતુ ઉત્તર પ્રદેશમાં લખનોનું પ્રતિનિધિ કરતા તેમણે આ બેઠક ઉપરથી રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું.જેના કારણે 1996માં ફરી વખત ગાંધીનગરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિજય પટેલ ઉમેદવાર રહ્યા હતા અને તેમની જીત થઈ હતી.

ગાંધીનગરમાં 1996માં યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન વિજય પટેલની સામે કોંગ્રેસના નેતા અને ફિલ્મ અભિનેતા રાજેશ ખન્ના આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ રાજેશ ખન્ના આ બેઠક ઉપરથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ આ બેઠક ઉપર અડવાણીજી સતત લડતા રહ્યાં હતા અને તેઓ સાંસદ બન્યા હતા, પરંતુ અડવાણી બાદ વર્ષ 2019માં આ બેઠકનું સુકાન અમિત શાહના શિરે આવ્યું હતું અને અમિત શાહે આ બેઠક ઉપરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરીને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને જીત હાંસલ કરી અને દેશના ગૃહ મંત્રી બન્યા હતા. હવે વર્ષ 2024માં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ ફરી વખત ગાંધીનગર લોકસભા બેઠકથી પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ વખતે તેમની સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોનલ પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

નોંધનીય છે કે ગાંધીનગર લોકસભાની બેઠક પર છેલ્લા 35 વર્ષથી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે 1989થી આ બેઠક ઉપર ભાજપ પક્ષના સિમ્બોલ ઉપર શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડ્યા હતા અને તેઓએ જીત હાંસલ કરી હતી, ત્યારબાદ આ બેઠક પર લાલ કૃષ્ણ અડવાણી, અટલ બિહારી બાજપાઈ, વિજયભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા અને જીત હાસલ કરી હતી જ્યારે 1998થી લઈને 2019 સુધી લાલ કૃષ્ણ અડવાણી સતત ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીત હાંસલ કરી હતી, વર્ષ 2019 પર આ બેઠક પર અમિત શાહે પોતાની દાવેદારી નોંધાવી હતી અને જીત હાંસલ કરી હતી અને હવે ફરી એક વખત વર્ષ 2024માં આ બેઠક ઉપર અમિત શાહે દાવેદારી નોંધાવી છે.

ગાંધીનગર લોકસભા વિસ્તારની જો વાત કરીએ તો આ લોકસભા મતવિસ્તારમાં સાત જેટલી વિધાનસભાનો સમાવેશ થયેલો છે અને તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ સાથે વિધાનસભા બેઠક ઉપર ભાજપ પક્ષના ઉમેદવારનો વિજય થયેલો છે. મતદાન વિસ્તારની વાત કરીએ તો આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 19 લાખ 33,986 છે, જેમાંથી 21.06% ગ્રામીણ વિસ્તારો અને 78.94% શહેરી વિસ્તારમાં સમાવેશ થયો છે. ગાંધીનગર દેશનું બીજું એવું શહેર છે કે જેને ખૂબ જ આયોજનથી વિકસાવવામાં આવ્યું છે. ગાંધીનગર આમ તો ગ્રીન સીટી તરીકે જાણીતું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદમાં આ શહેરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દેશના પ્રમુખ મંદિરોમાંથી એક છે, જ્યાં દર વર્ષે અંદાજિત લાખો લોકો મંદિરના દર્શને દર્શન કરવા આવે છે. ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ ,ઘાટલોડિયા, વેજલપુર ,નારણપુરા, સાબરમતી એમ કુલ સાત વિધાનસભા બેઠકો આવે છે, જેમાં સૌથી વધુ પટેલ સમુદાયની સંખ્યા વધુ જોવા મળી છે. ગાંધીનગર લોકસભામાં પટેલ સમુદાય 2,44,074 જ્યારે વણિક 1,42,023, બ્રાહ્મણ 1,25,811, ઠાકોર 1,30,846, ક્ષત્રિય 74,843, વિશ્વકર્મા 1,34,943, મુસ્લિમ 1,08,908 અને દલિત 1,88,090 મતદારોનો સમાવેશ થાય છે.

ગાંધીનગર લોકસભાની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઘણા ખરા પ્રોજેકટ આવ્યા છે. જેમાં ગોતા અને થલતેજ બોર્ડમાં સેવિંગ પુલ જિનેશન અને ટેનિસકોટ જેવી સુવિધાઓ શરૂ કરાઈ છે અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર વસ્ત્રાપુર સ્ટેશન પાસે અંડર પાસ જેવી સુવિધાઓ રિક્ષાઓમાં આવી છે જ્યારે સોલા સીમ થી હેબતપુર રોડ ઉપર નવનિર્મિત ફોર લેન ઓર બ્રિજ પણ તૈયાર કરવામાં આવ્યો છે. થલતેજ શીલજ હેબતપુરમાં અંડર ગ્રાઉન્ડ વોટર ટેંકના પરિણામે જળ વિતરણ વ્યવસ્થા મજબૂત કરવામાં આવ્યું છે અને 80,000 જેટલી વસ્તીને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે સાબરમતી વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થાનું પણ વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. રાણીબોર્ડમાં આધુનિક બગીચાનું ડેવલપમેન્ટ, ગોતામાં તળાવનું નવીનીકરણ, જોધપુર બોર્ડમાં 99 આરોગ્ય કેન્દ્ર, જાસપુર ખાતે 200 એમએલડીની સપ્તાહ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બોડકદેવ અને ચાંદલોડિયા વોર્ડમાં નવા પાણી વિતરણ સ્ટેશનનું નેટવર્ક વેજલપુર બોર્ડમાં આરસીસી રોડ સહિતના કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાણંદ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 756 જેટલા જરૂરીયાત મંદો માટે મકાન તૈયાર કરાયા છે.

ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બે અંડરપાસ તૈયાર કરવામાં આવ્યા છે. એક રેલ્વે ઓવરબ્રિજએ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મહાત્મા મંદિર, હોટલ લીલા, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, ગાંધીનગર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર હેલીપેડ, ગાંધી આશ્રમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો ટ્રેન, ગાંધીનગર માણસા ફોર લેન્ડ રોડ, ગાંધીનગર આયુર્વેદિક કોલેજ, ગાંધીનગર લાયબેરી, ગાંધીનગર સિવિલ નું સુવિધા વાળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગાર્ડન જ્યારે કલોલ ખાતે ઓએનજીસી ઇકો જેવા મહત્વના પ્રોજેક્ટ તો પણ વધુ પ્રમાણમાં ડેવલોપ કરવામાં આવ્યા છે.

જો કે ગાંધીનગર લોકસભાની બેઠકમાં નળ સરોવર, સાયન્સ સીટી, વૈષ્ણ દેવી મંદિર, ઇસ્કોન મંદિર, અડાલજ ત્રિ મંદિર, રૂપાલા મંદિર, સરિતા ઉધાન, સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર, હોટલ લીલા, સંત સરોવર, અડાલજની વાવ, દાંડી કુટિર વિધાનસભા , ઇન્ડ્રો પાર્ક, ગાંધી આશ્રમ , રિવર ફન્ટ , નરેન્દ્ર મોદી સ્ટેડિયમ,અક્ષર ધામ મંદીર જેવા જોવા લાયક સ્થળો આવ્યા છે. આ તમામ સ્થળો પર લાખો લોકો મુલાકાત આવે છે. જેમાં સૌથી વધુ સાણંદ નળ સરોવર ખાતે દર વખતે હજારોની સંખ્યમાં પ્રવાસીઓ મુલાકાત છે, જ્યારે અક્ષર ધામ મંદીર એક આસ્થાનું કેન્દ્ર છે, જેથી અહીં દર વર્ષે લાખો લોકો પ્રવાસે આવે છે. જ્યારે સાયન્સ સીટી ખાતે શાળામાં અભ્યાસ કરતા લાખો વિધાર્થીઓ પ્રવાસ ખેડે છે. ઇન્ડ્રો પાર્ક અને વિધાનસભા ખાતે પણ મોટી સંખ્યમાં વિધાર્થીઓ સહિત સામાન્ય નાગરિકો મુલાકાત લેવાં આવે છે જેથી આ પર્યટક થી થતી આવકમાં પણ વધારો થાય છે.

ગાંધીનગર લોકસભાની રોજગારીની વાત કરીએ તો અમદાવાદ ના સરખેજ થી લઈને ગોતા સુધીમાં મોટા ભાગે પ્રાઇવેટ કંપનીઓની ઓફિસ મોટા પાયે આવેલ છે અને અહીં અમદાવાદ શહેરના યુવાન યુવક અને યુવતીઓ રોજગારી કરતા નજરે પડી રહ્યા છે , તો બીજી તરફ ગાંધીનગર શહેર ગ્રીન સીટીની સાથે સરકારી નોકરીની નગરી કહેવાય છે, કારણ કે અહીં રાજ્યની તમામ સરકારી કચેરીઓ ધમધમી રહી છે. એટલે કે યુવા વર્ગને અહીં સરકારી નોકરી કરવાની તક મળે છે. અહીં સચિવાલય માં મોટા ભાગે હાજરોની સંખ્યમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તો બીજી તરફ કલોલ ખાતે પણ જીઆઇડીસી આવેલ છે. જ્યાં આગળ સ્થાનિકો મોટા પાયે રોજગારી ની તક મળી રહી છે. કલોલ ના છત્રાલ ખાતે અવનવી કંપનીઓ સ્થાપિત થતા પ્રર પ્રતિયા ને રોજગારી ની મોટી તક મળી રહી છે..

ગાંધીનગર લોકસભાની સાક્ષરતા પ્રમાણે નજરે કરીયે તો વર્ષ વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગાંધીનગર જિલ્લાની વસ્તી 13,87,478 છે. જિલ્લાની વસ્તીની વિસ્તાર 660 છે જ્યારે જિલ્લામાં દર વર્ષ 2001માં 76.5% હતો જે વર્ષ 2011માં 10% જેટલો વધ્યો હતો જેથી વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગાંધીનગર જિલ્લાનો સાક્ષરતા દર 85.78% હોવાનું જાણવા મળે છે