EC મોટો આદેશ, બંગાળમાં DGP તો ગુજરાત સહિત 6 રાજ્યોમાં ગૃહ સચિવ હટાવવાનો આદેશ
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલાં ઇલેક્શન કમિશને મોટો નિર્ણય લીધો છે. ઇલેક્શન કમિશને પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ-ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને પણ હટાવી દેવા માટે આદેશ આપ્યો છે.
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે હવે તમામ પક્ષ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. સમગ્ર દેશમાં સાત ફેઝમાં ચૂંટણી યોજવામાં આવશે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ફેઝમાં મતદાનની તારીખો જાહેર કરવામાં આવી છે. ભાજપે અત્યાર સુધીમાં ઉમેદવારની બે યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 22 ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસે તેની બે યાદીમાં ગુજરાતના માત્ર 7 જ ઉમેદવારની જાહેરાત કરી છે.
ચૂંટણી આયોગની કડક કાર્યવાહી
લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી આયોગની કડક કાર્યવાહી અંતર્ગત 6 રાજ્યોના ગૃહ સચિવ હટાવાવનો આદેશ આપ્યો છે. આયોગે કહ્યુ છે કે, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવ બદલવાનું જણાવ્યું છે. આ સાથે જ પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવા માટે આદેશ આપ્યો છે. ચૂંટણી આયોગે કહ્યુ છે કે, ચૂંટણીનું આયોજન દરેકને સમાન રીતે અવસર મળે તે માટે કરવામાં આવ્યું છે. ચૂંટણી આયોગના આ પગલાં બાદ એટલું તો નક્કી જ છે કે, લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તરે કરવામાં આવ્યું છે.