May 18, 2024

દિલ્હી જળ બોર્ડ કૌભાંડ દારૂ કૌભાંડ કરતાં કેટલું અલગ છે?

દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. તો બીજી બાજૂ દિલ્હીમાં દારૂ કૌભાંડ સતત ચર્ચાનો વિષય બની ગયો છે, જોકે દેશમાં દરેક વિપક્ષની હાલત ખરાબ છે. દારૂ કૌભાંડ કેસને લઈને EDએ અરવિંદ કેજરીવાલને નવ વખત સમન્સ જારી કર્યું હતું. પરંતુ કેજરીવાલ એક પણ વખત હાજર થયા ના હતા. ત્યારે આ સવાલ તો ચોક્કસ થવાનો કે આ દારૂ કૌભાંડ કેસ છે શું? અને જલ બોર્ડ કૌભાંડ શું છે આવો જાણીએ.

પૂછપરછ માટે બોલાવ્યા
લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ જીત માટે મથી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીની હાલાત ખુબ ખરાબ જોવા મળી રહી છે. પછી તે ગુજરાત હોય કે દિલ્હી. દિલ્હીમાં દારૂ કૌભાંડને લઈને કેજરીવાલ સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. ત્યારે વચ્ચે હવે જલ બોર્ડ કૌભાંડને લઈને પણ ચર્ચામાં આવ્યા છે. દિલ્હી દારૂ કૌભાંડ બાદ હવે દિલ્હી જલ બોર્ડ કૌભાંડ ચર્ચાએ વેગ પક્ડયો છે. તમને જણાવી દઈએ કે દારૂ કૌભાંડ કેસમાં ઘણા બધા નેતાઓ હાલ જેલમાં છે.

શું છે જલ બોર્ડ કૌભાંડ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાવો કર્યો છે કે દિલ્હી જલ બોર્ડનો કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે તે મોંઘવારીના દરે આપવામાં આવ્યો છે. જેના કારણે આ કોન્ટ્રાક્ટરો પાસેથી લાંચ વસૂલી શકાય. કોન્ટ્રાક્ટની 38 કરોડ રૂપિયા આપવાના હતા, પરંતુ તેમાં માત્ર 17 કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બાકીની રકમની ઉચાપત કરાઈ છે. એ પણ વાત ફેલાઈ રહી છે કે આ રકમને ખોટા ખર્ચા એટલે બતાવવામાં આવ્યા કે જેના કારણે લાંચ લઇ શકાય.તમને જણાવી દઈએ કે EDએ આ કેસમાં 31 જાન્યુઆરીએ જગદીશ કુમાર અરોરા અને કોન્ટ્રાક્ટર અનિલ કુમાર અગ્રવાલની ધરપકડ કરી હતી. તપાસ કરતા સમયે જાણકારી મળી કે અરોરાએ રોકડ અને બેંક ખાતામાં લાંચ લીધી હતી. આ વાતને લઈને તમામ પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે ચૂંટણી ફંડ તરીકે આમ આદમી પાર્ટીને પૈસા પણ આપવામાં આવ્યા હતા. EDએ આ કેસમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓને ઘરે દરોડા પાડ્યા હતા.

શું છે દિલ્હી દારૂ કૌભાંડ?
નવી લિકર પોલિસી 2021-22માં દિલ્હીમાં અમલમાં આવી હતી. ત્યારબાદ નવી પોલિસીમાં ડીલરોને ફાયદો આપવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમાં નવી પોલિસીમાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવી નીતિના કારણે 144 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારપછી આરોપી વિજય નાયરની ધરપકડ કરી અને હવે એકબાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ હવે કેજરીવાલને ત્રીજી વખત સમન્સ આપવામાં આવ્યું છે. પરંતુ કેજરીવાલ હાજર ગયા નહોતા. હવે એવી વાત આપના નેતાઓ કહી રહ્યા છે કે, કેજરીવાલના ઘરે EDના દરોડા આજે તારીખ 4-1-2024 ના પડી શકે છે.

અત્યાર સુધીમાં કેટલી ધરપકડ થઈ?
CBI અને ED, દિલ્હી લિકર પોલિસી કેસને લઈને તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 15થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર, મનીષ સિસોદિયા, અરુણ રામચંદ્રન, સમીર મહેન્દ્રુ, રાજેશ જોશી, પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા, ગોરંતલા બુચીબાબુ, અમિત અરોરા, સંજય સિંહ, અને હવે કેજરીવાલને બોલાવવામાં આવી રહ્યો છે. જોકે કેજરીવાલ અત્યારે જામીન પર બહાર છે.