May 3, 2024

લોકસભા ચૂંટણી 2024માં ગુજરાત બીજેપીના 15 ઉમેદવારોની માહિતી

ગુજરાતની 15 લોકસભા બેઠક પર BJPએ જાહેર કર્યા ઉમેદવાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના 195 ઉમેદવારની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં કુલ 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 10 સાંસદોને ફરીવાર ટિકિટ આપીને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે 5 નવા ઉમેદવારો પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે.

અમિત શાહ – 5 વાર ધારાસભ્ય, એકવાર રાજ્યસભા સાંસદ અને એકવાર લોકસભા, ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને બીજીવાર ગાંધીનગર લોકસભા બેઠક પરથી ટિકિટ લડશે.
સીઆર પાટીલ – 3 વાર લોકસભાના સાંસદ, હાલમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને ચોથીવાર નવસારી લોકસભા બેઠક પરથી લડશે.
પરશોત્તમ રૂપાલા – 3 વાર ધારાસભ્ય, 3 વાર રાજ્યસભામાં સાંસદ અને પહેલીવાર રાજકોટ લોકસભા બેઠક પરથી લડશે.
મનસુખ માંડવિયા – એકવાર ધારાસભ્ય, બે વાર રાજ્યસભા સાંસદ અને પહેલીવાર પોરબંદર લોકસભા બેઠક પરથી લડશે.
વિનોદ ચાવડા – બે વાર લોકસભાના સાંસદ અને ત્રીજીવાર કચ્છ લોકસભા બેઠક પરથી લડશે.
ડો. રેખાબેન ચૌધરી – ચૌધરી સમાજના પ્રથમ મહિલા ઉમેદવાર, 20 વર્ષથી પ્રોફેસર અને ગણિત વિષય સાથે પીએચડી થયા છે. બનાસડેરીના સંસ્થાપક ગલબાભાઈ ચૌધરીના પૌત્રી છે. વર્ષોથી આ બેઠક ચૌધરી સમાજનું પ્રભુત્વ ધરાવે છે.
ભરતસિંહ ડાભી – ત્રણ વાર ધારાસભ્ય, એક વાર લોકસભા સાંસદ અને બીજીવાર પાટણ લોકસભા બેઠક પરથી લડશે.
દિનેશ મકવાણા – ચાર ટર્મ કોર્પોરેટર (સૈજપુર બોઘા), બે ટર્મ ડેપ્યૂટી મેયર અને પહેલીવાર લોકસભા ચૂંટણી અમદાવાદ પશ્ચિમ પરથી લડશે.
પ્રભુ વસાવા – 2012માં સુરતના માંડવી બેઠક પરથી કોંગ્રેસના બેનર પર ચૂંટાયા હતા. 2014માં પ્રથમવાર બન્યા લોકસભાના સાંસદ. બે વાર લોકસભા સાંસદ અને ત્રીજીવાર બારડોલી બેઠક પરથી લડશે. ચાર ટર્મ કોર્પોરેટર (સૈજપુર બોઘા), બે ટર્મ ડેપ્યૂટી મેયર અને પહેલીવાર લોકસભા ચૂંટણી અમદાવાદ પશ્ચિમ પરથી લડશે.
મનસુખ વસાવા – ગુજરાતના પહેલા ઉમેદવાર જે સતત સાતમી વખત લોકસભા ચૂંટણી લડશે. આદિવાસી પટ્ટામાં મજબૂત પકડ.
દેવુસિંહ ચૌહાણ – પત્રકારત્વ અને એન્જિનિયરિંગનો અભ્યાસ, બે વાર લોકસભા, ત્રીજીવાર ખેડા બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી.
રાજપાલસિંહ જાદવ – ખેડૂત, ક્ષત્રિય સમાજમાં સારી પકડ. હાલમાં ભાજપના સ્ટેટ એક્ઝિક્યૂટિવ મેમ્બર. પહેલીવાર પંચમહાલ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે.
પૂનમ માડમ – બે વાર લોકસભા સાંસદ, ત્રીજીવાર લડશે જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી, આહિર સમાજમાં સારું પ્રભુત્વ.
મિતેષ પટેલ – એકવાર લોકસભા, લેઉવા પટેલ, ડિપ્લોમા ઇન ટેલિકોમ, બીજીવાર આણંદથી લડશે લોકસભા ચૂંટણી.
જસવંતસિંહ ભાભોર – પાંચ ટર્મ ધારાસભ્ય, બે વાર લોકસભાના સભ્ય, ભીલ સમાજમાં સારું પ્રભુત્વ, ત્રીજીવાર દાહોદ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી.