IPL 2024: દિલ્હી કેપિટલ્સ સામેની હાર પર કેએલ રાહુલે કહ્યું ક્યાં ‘ભૂલ’ થઈ
IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હારવાનો વારો આવ્યો હતો. દિલ્હીની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટે હારાવ્યું હતું. હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે હારનું મુખ્ય કારણ નબળી બેટિંગ છે.
નબળી બેટિંગને ગણાવી
ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની 26મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હતી. આ મેચ લખનૌના પોતાના હોમ ગ્રાઉન્ડ પર હતી. જેના કારણે તેમના પાસે જીતની વધારે અપેક્ષા હતી. પરંતુ અફસોસ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય તેમના માટે ખોટો સાબિત થયો હતો. જેમાં પહેલા બિટિંગ કરીને તેણે 94ના સ્કોર સુધી 7 વિકેટ ગુમાવી દીધી હતી. લાસ્ટમાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 167 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. ત્યારબાદ દિલ્હીની બેટિંગનો વારો આવ્યો ત્યારે શરૂઆત ખુબ નબળી રહી હતી. પરંતુ આગળ જતા તેના બેટરસનું સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: શું રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે?
મોંઘા સાબિત થયા
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કેએલ રાહુલે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે અમારી બેટિંગ શરૂઆતમાં સારી રહી હતી. બાદમાં અચાનક અમારી બેટિંગ નબળી પડવા લાહી હતી. અમારે ઓછામાં ઓછા 180 રન બનાવવા જોઈતા હતા. બોલ પિચ પર ખૂબ નીચો જોવા મળ્યો હતો. મેચ 10 ઓવર સુધી અમારા હાથમાં હતી, ત્યાં સુધી અમે મેત જીતી શક્તા હતા. પરંતુ કેચ છોડવા અમારા માટે મોટી ભૂલ હતી. જેના કારણે મેચમાં ફરી જીત માટે કોઈ તક રહી ના હતી.
પુરનને વહેલા બેટિંગ
કેએલ રાહુલે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે જ્યારે અક્ષર પટેલ બોલિંગ કરતો હતો ત્યારે તેને વધારે સ્પિન મળતી નહોતી, તેથી આવી સ્થિતિમાં અમે પુરનને વહેલા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના કારણે બોલરો પર થોડું દબાણ લાવી શકાય. મયંક યાદવ વિશે પણ તેમણે વાત કરી અને કહ્યું કે તેઓ પહેલા કરતા ઘણા સારા છે. તેમની તબિયતમાં સુધારો છે પરંતુ તે સંપૂર્ણ રીતે ફિટ થયા પછી જ મેદાનમાં પાછો ફરે.