યુવકની નાકમાં ઘૂસી ગયો જળો, 14 દિવસ સુધી લોહી પીતો રહ્યો
UP: ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ધોધમાં નહાતા સમયે એક યુવકની નાકમાં જીવતો જળો ઘૂસી ગયો હતો જેને કાઢવા માટે ડૉક્ટર્સે યુવકનું ઓપરેશન કરવું પડ્યું હતું. આ જળો 14 દિવસ સુધી તેની નાયકમાં ઘૂસેલો રહ્યો લોહી ચૂસતો રહ્યો.
વાસ્તવમાં પ્રયાગરાજનો એક યુવક સીશીલ માવાર મિત્રો સાથે ઉત્તરાખંડના ધોધમાં નહાવા ગયો હતો. સ્નાન કરતી વખતે એક જળો તેના નાકમાં ઘૂસી ગયો. તે સમયે ધોધમાં મસ્તી કરતાં યુવકને કંઈ ખ્યાલ ન રહ્યો. પરંતુ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેને તેના નાકમાં કંઈક ઘૂસી ગયું હોય તેમ લાગવા લાગ્યું જે તેને પરેશાન કરી રહ્યું હતું. તેના નાકમાંથી પણ લોહી વહેવા લાગ્યું હતું.
જ્યારે તે પોતાની સમસ્યાને લઈને ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે તેની તપાસ કરી તો બધા ચોંકી ગયા. યુવકના નાકની અંદર એક જળો હતો જે તેના નાકની અંદર ચોંટી ગયો હતો. જળો તેના નાકમાં ઘણો ઊંડે ટર્બિનેટની પાછળ છુપાયેલો હતો અને ત્યાંથી ધીમે ધીમે લોહી ચૂસી રહ્યો હતો.
નાકમાં જીવતો જળો હોવાનું સામે આવતા હોસ્પિટલના ENT વિભાગના સર્જન ડૉક્ટર સુભાષ ચંદ્ર વર્માએ સારવાર શરૂ કરી. દૂરબીન ઓપરેશન દ્વારા નાકની અંદર આસપાસની સંરચનાને નુકસાન પહોંચાડ્યા વગર જળોને સફળતાપૂર્વક નાક માંથી બહાર કાઢવામાં આવ્યો.
જળો યુવકને કરી શકતો હતો નુકસાન
આ એક એવા પ્રકારનો જળો હતો જે ભીની અને ભેજ વાળી જગ્યાઓએ જોવા મળે છે અને જે જગ્યાએ ચોંટી જાય છે તે જગ્યાને ખૂબ જ નુકસાન કરે છે. આ મનુષ્યનું લોહી ચૂસી લેતો જળો જો એના નાકથી તેના મગજ સુધી પહોંચી જતો તો તે યુવકને ગંભીર નુકસાન કરી શકતો હતો.
તો, યુવકના નાક માંથી કીડો બહાર કાઢનાર ENT સર્જન ડૉ. સુભાસ ચંદ્ર વર્માએ જણાવ્યું છે કે દર્દી ઉત્તરાખંડના એક ધોધમાં સ્થિત પોયણીમાં 2 અઠવાડિયા પહેલા નાહવા ગયો હતો. તળાવ કે પુલમાં નાહતા લોકોના શરીરના બહારના ભાગોમાં જળો ચોંટી જવાની ઘટનાઓ તો સામાન્ય હોય છે પરંતુ નાકની અંદર જળો મળી આવવો એક રેર કેસ છે. સારું છે કે જળો નાકના રસ્તે મગજ અથવા આંખ સુધી પહોંચી ગયો હોત તો મોટી મુસીબત ઊભી થઈ જાત.