September 19, 2024

18 સપ્ટેમ્બરે લાગશે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો આ દરમિયાન શું સાવધાની રાખવી જોઈએ

Chandra Grahan 2024: હિન્દુ ધર્મ ગ્રંથોમાં ચંદ્ર ગ્રહણના શુભ માનવામાં આવતું નથી. આવામાં સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ સમયે કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર હોય છે. 18 સપ્ટેમ્બરે આ વર્ષનું બીજુ અને છેલ્લું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જોકે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના કારણે સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. ચંદ્ર ગ્રહણથી લગભગ 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે. સૂતક કાળનો સમય અશુભ માનવામાં આવે છે. આવામાં કોઈ પણ શુભ અને માંગલિક કામ કરવામાં આવતું નથી.

ચંદ્ર ગ્રહણથી લગભગ 9 કલાક પહેલા સૂતક કાળનો પ્રારંભ થઈ જાય છે. સૂતક કાળના સમયમાં એવા ઘણા કામ છે જેને કરવાની મનાઈ હોય છે. સૂતક કાળને એક પ્રકારે અશુભ માનવામાં આવે છે. આવામાં સૂતક કાળ દરમિયાન કોઈ માંગલિક અથવા શુભ કામ કરવામાં આવતું નથી. સૂતક કાળ અને દુષ્પ્રભાવથી બચવા માટે શું સાવધાનીઓ રાખવી જોઈએ અહીંયા જાણો…

ચંદ્ર ગ્રહણ દરમિયાન આ સાવધાની રાખવી જોઈએ

  1. ચંદ્ર ગ્રહણ દરમિયાન પૂજા પાઠ ન કરવું જોઈએ અને ન તો દેવી-દેવતાઓની પ્રતિમાને સ્પર્શ કરવો જોઈએ.
  2. ગ્રહણ દરમિયાન ખાવા-પીવાની મનાઈ હોય છે. તો ગ્રહણ દરમિયાન ન ન તો જમવાનું બનાવો અને ન તો આરોગો.
  3. ચંદ્ર ગ્રહણ પહેલા જમવાની દરેક વસ્તુઓમાં તુલસીના પાંદડા રાખો અને ગ્રહણ પૂર્ણ થયા બાદ તેને હટાવો.
  4. ચંદ્ર ગ્રહણ દરમિયાન અણિદાર વસ્તુઓ જેવી કે કાતર, સોઈ અને ચાકૂનો ઉપીયોગ ન કરવો.
  5. ગ્રહણ દરમિયાન મંત્રોનો જાપ અને સ્ત્રોતનું ઉચ્ચારણ કરવું જોઈએ. આવું કરવાથી ગ્રહણનો દુષ્પ્રભાવ પ્રભાવિત કરતો નથી.
  6. ચંદ્ર ગ્રહણ બાદ આખા ઘરમાં ગંગાજળ છાંટો. તેના પછી સ્નાન કરીને ભગવાનની પૂજા કરો.

ચંદ્ર ગ્રહણ 2024 તારીખ અને સમય
ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગીને 11 મિનિટથી શરૂ થશે. ચંદ્ર ગ્રહણ સમાપ્ત સવારે 10 વાગીને 17 મિનિટે થઈ જશે. માન્યતા છે કે ગ્રહણ દરમિયાન ચારેય તરફ નકારાત્મક્તા ફેલાઈ જાય છે. સૂતક લાગવાથી ઘરમાં તમામ પાણીના વાસણોમાં, દૂધમાં અને દહીંમાં કુશ અથવા તુલસીના પાંદડા ડૂબાડવા જોઈએ. પછી ગ્રહણ સમાપ્ત થયા બાદ તેને નિકાળીને ફેંકી દેવા જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારીઓ ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી, ન્યૂઝ કેપિટલ ગુજરાત તેની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)