December 22, 2024

કચ્છ બેઠક પર વિનોદ ચાવડાને રિપિટ કરતા કાર્યકરોએ આતશબાજી કરી

kutch vinod chavda repeat lok sabha election 2024 karayakaro celebration

વિનોદ ચાવડાને મોં મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી.

કચ્છઃ લોકસભાની બેઠક પર વિનોદ ચાવડાને ફરી ટિકિટ અપાતા કચ્છભરમાં ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ લોકસભા બેઠક માટે વિનોદ ચાવડાના નામની જાહેરાત થતા કચ્છ-મોરબીના કાર્યક્રરોએ ભાજપ કાર્યાલયે ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરી હતી.

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે આજે કેન્દ્રીય કક્ષાએથી 195 ઉમેદવારોના નામની યાદી જાહેર થઈ હતી અને ગુજરાતના 15 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કચ્છ બેઠક માટે વિનોદ ચાવડાના નામ પર કળશ ઢોળાતા સમગ્ર કચ્છ-મોરબીના ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલા કચ્છ કમલમ ખાતે ભાજપના આગેવાનો, ધારાસભ્યો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાને મીઠું મોઢું કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છભરમાંથી ભાજપના આગેવાનો અને કાર્યકરો ભુજ દોડી આવ્યા હતા. તો જિલ્લા કક્ષા સાથે અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા સહિત વાગડ વિસ્તારમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

ગઈકાલે 15 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાંથી કયા કયા નામ સિલેક્ટ કર્યા?
કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા – ડો. રેખા ચૌધરી
પાટણ – ભરતસિંહ ડાભી
ગાંધીનગર – અમિત શાહ
અમદાવાદ વેસ્ટ – દિનેશ મકવાણા
રાજકોટ – પુરુષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવિયા
જામનગર – પૂનમ માડમ
આણંદ – મિતેષ પટેલ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
દાહોદ – જસવંતસિંહ ભાભોર
ભરૂચ – મનસુખ વસાવા
બારડોલી – પ્રભુ વસાવા
નવસારી – સીઆર પાટીલ
દમણ – લાલુ પટેલ