May 4, 2024

ભારતે ચીનના જહાજને પાકિસ્તાન જતા રોક્યું, મળ્યો મિસાઈલનો સામાન

મુંબઇ: ભારતીય સુરક્ષા એજન્સીઓએ મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલા જહાજને અટકાવ્યું છે. આ જહાજમાંથી પાકિસ્તાનના પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં વપરાતી સામગ્રી મળી આવી છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે માલ્ટાના ધ્વજવાળા વેપારી જહાજ CMA-CGM અત્તિલા, જે 23 જાન્યુઆરીએ ચીનથી કરાચી માટે રવાના થયું હતું, તેને શંકાના આધારે અટકાવવામાં આવ્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની એક ટીમે માહિતી મેળવી અને કન્સાઈનમેન્ટની તપાસ કરી હતી. તેમાં ઇટાલિયન કંપની દ્વારા ઉત્પાદિત કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીન મળી આવ્યું છે.

પરમાણુ મિસાઇલ સંબંધિત પાર્ટસ
આ મશીન કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત છે. આ મિસાઇલો નિર્ણાયક ઉત્પાદન ઘટકોને તાકાત, સ્થિરતા અને સટિક્તા પ્રદાન કરે છે. એવું કહેવાય છે કે 22,180 કિલો વજનનું આ કન્સાઈનમેન્ટ તાઈયુઆન માઈનિંગ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કંપની લિમિટેડ દ્વારા મોકલવામાં આવ્યું હતું. આ પાકિસ્તાનમાં કોસ્મોસ એન્જિનિયરિંગ માટે હતું. ડીઆરડીઓએ પુષ્ટિ કરી છે કે આ માલસામાનમાં પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો સંબંધિત આવશ્યક પાર્ટસ છે.

ચીનથી આવી રહ્યો હતો સામાન
ખાસ વાત એ છે કે લોડિંગના બિલ અને કન્સાઈનમેન્ટની વિગતો અનુસાર સામાન મોકલનારનું નામ શાંઘાઈ જેએક્સઈ ગ્લોબલ લોજિસ્ટિક્સ કંપની લિમિટેડ જણાવવામાં આવ્યું છે અને માલ મોકલનારનું નામ સિયાલકોટની પાકિસ્તાન વિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ જણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે યૂરોપ અને અમેરિકાના પ્રતિબંધ બાદ હવે પાકિસ્તાન પરમાણુ બેલેસ્ટિક મિસાઈલ સાથે જોડાયેલી સામગ્રી ચીન પાસેથી મેળવી રહ્યું છે. આ માટે તે પોતાની ઓળખ છુપાવીને કામ કરી રહ્યું છે.

અગાઉ પણ ચીને પાકિસ્તાનને મિલિટરી ગ્રેડની વસ્તુઓ મોકલી હતી
ભારતીય બંદરો પર અધિકારીઓએ અગાઉ ચીનથી પાકિસ્તાન મોકલવામાં આવતી લશ્કરી-ગ્રેડનો સામાનઓ જપ્ત કર્યો છે. ફેબ્રુઆરી 2020માં ચીન ઔદ્યોગિક ડ્રાયર્સની આડમાં પાકિસ્તાનને ઓટોક્લેવ સપ્લાય કરતું હોવાનું જણાયું હતું. 12 માર્ચ 2022ના રોજ પાકિસ્તાની સંરક્ષણ સપ્લાયર કોસ્મોસ એન્જિનિયરિંગના ઇટાલિયન નિર્મિત થર્મોઇલેક્ટ્રિક સાધનોનું કન્સાઇનમેન્ટ પણ અટકાવી દેવામાં આવ્યું હતું. યુએસ બ્યુરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટી (BIS) એ પણ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામથી સંબંધિત સામાનના સપ્લાયમાં સામેલ ત્રણ કંપનીઓ પર જૂન 2023માં પ્રતિબંધો લાદ્યો હતો.