એક ભાષાને બચાવવા ઉજવાઈ રહ્યો છે ‘કોકબોરોક દિવસ’
ભારતના ત્રિપુરા રાજ્યમાં દર વર્ષ 19 જાન્યુઆરીએ કોકબોરોક દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોકબોરોક ત્રિપુરાની જનજાતિઓમાં બોલાતી સૌથી જાણીતી ભાષા છે. આથી ત્રિપુરા સરકારે 1979માં કોકબોરોક ભાષાને ‘Official State Language’ તરીકે જાહેર કરી છે. બસ, ત્યારથી સમગ્ર ત્રિપુરામાં 19 જાન્યુઆરીના કોકબોરોક દિવસ તરીકેની ઉજવણી શરૂ કરવામાં આવી.આ પણ વાંચો: ભારત રત્ન મેળવનારને મળે છે આટલી સુવિધાઓ…
હજારો વર્ષોથી ઉત્તરપૂર્વી રાજ્યોમાં કોકબોરોક બોલવામાં આવે છે. ત્રિપુરા રાજાઓના ઇતિહાસમાં રાજમાલા ભાષાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. બે હજારથી પણ વધારે સમય સુધી ત્રિપુરા પર 184 ત્રિપુરી શાસકોએ રાજ કર્યું હતું. એ સમયે તેમની ભાષા કોકબોરોક હતી. ત્રિપુરા રાજાઓની રાજમાલા ક્રોનિકલ ગાથાઓમાં પણ લખવામાં આવી છે. એ બાદ તેને બંગાળી ભાષામાં પણ લખવામાં આવી હતી. વર્ષ 1949માં જ્યારે ત્રિપુરા સ્વાયત્ત રાજ્ય બની ગયું એ સમયે કોકબોરોક ભાષા બોલતી જનજાતિઓની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં હતી. જે બાદ દેશના ભાગલા પડ્યા. જેના કારણે 1971માં બાંગ્લાદેશથી ઘણા શરણાર્થિયો ત્રિપુરામાં આવ્યા. જેના કારણે ત્રિપુરામાં બોલાતી ભાષા બાંગ્લા થઈ ગઈ. કોકબોરોક ત્રિપુરાના સૌથી વધારે બોલાતી તિબ્બતી-બર્મન ભાષાઓમાંથી એક છે. જે ખુબ જ મોટા પ્રમાણામાં ભારતના પૂર્વોતર ભાગમાં ત્રિપુરા રાજ્યો અને તેના પડોશી દેશ બાંગ્લાદેશમાં સીએચડીના પહાડી વિસ્તારમાં બોલવામાં આવે છે.આથી તેને બચાવવા માટે લોકો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.19 જાન્યુઆરીના દિવસને ત્રિપુરાના જનજાતિના લોકો ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે. આજના દિવસે લોકો પોતાના સાંસ્કૃતિક પોશાક રીનાઈ-રિસા પહેરીને રસ્તાઓ પર નારા લગાવે છે. જેમાં લોકો કહેતા હોય છે કે આપણી માતૃભાષા બોલતા ડરો નહીં, આપણી માતૃભાષા બોલવામાં કોઈ સંકોચ ના રાખો. ત્રિપુરાની સ્કુલો, કોલેજો, યુનિવસિર્ટીમાં પણ તેની ઉજવણી થાય છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના પરંપરાગત વ્યંજનોને પણ બનાવવામાં આવે છે.
કોકબોરોક ભાષાને વધારે પ્રોત્સાહન આપવા માટે સરકારે હાલ ત્રિપુરા યુનિવર્સિટીમાં કોકબોરોક ડિપાર્ટમેન્ટ પણ ખોલવામાં આવ્યો. જેમાં તમે કોકબોરોક ભાષામાં પીએચડી પણ કરી શકો છો. આ ઉપરાંત કોકબોરોક ભાષામાં અનેક પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. મહત્વનું છેકે, કોકબોરોક ભાષાની કોઈ લીપી નહીં હોવાના કારણે તેને હાલ અંગ્રેજી, હિન્દી અને બાંગ્લા લીપીમાં થઈ રહ્યો છે, પરંતુ અનેક લોકો કોકબોરોકને લેટિન લીપીમાં લખવાનું પસંદ કરે છે.