January 25, 2025

જાણો કેમ અલ્પેશ ઠાકોરે કહ્યું- આચારસંહિતા લાગશે પછી કોઈ નહીં સાંભળે

દાંતા: ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અવારનવાર પ્રતિક્રિયા આપતા રહે છે. ત્યારે હાલ તેમણે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી રામજીભાઈની ચાલીમાં ઠાકોર સમાજના દબાણમાં તોડાયેલા મકાનોને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે તેમના નિવેદનામાં જણાવ્યું છે કે, સરકારી જમીન પર જે દબાણો હતા તે તોડવામાં આવ્યાં છે. સાથે જ તેમણે સમાજને અપીલ કરી કે, લોકોને સમજાવો કે દબાણ વાળી જગ્યા ખાલી કરે અને આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં

મળતી માહિતી અનુસાર ગાંધીનગરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી રામજીભાઈની ચાલીમાં ઠાકોર સમાજના દબાણમાં તોડાયેલા મકાનોને લઈને નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, સરકારી જમીન પર જે દબાણો હતા તે તોડવામાં આવ્યાં છે. સાથે જ તેમણે સમાજને અપીલ કરી કે, લોકોને સમજાવો કે દબાણ વાળી જગ્યા ખાલી કરે અને આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં. કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન ન મળે અને આ અંગે વિરોધ ન કરવાની પણ અપીલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alpesh Thakor (@alpeshthakor_)

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર કહ્યું હતું કે, દબાણવાળા મકાન તંત્રએ તોડ્યા છે, જે સરકારી જમીન પર દબાણો હતા તે હટાવવામાં આવ્યા છે. સાથે જે 78 જેટલા લોકો જે 2010 પહેલાં ત્યાં રહેતા હતા અને જે મકાન આપવાની તંત્ર તૈયારી કરી રહ્યું છે. તેમના માટે જો પૈસા ભરવાના થાય તો ધારાસભ્ય તરીકે એક વર્ષનો પગાર ₹10,00,000નો ચેક પીડીતોને અપાશે. સાથે જ સમાજના લોકો સમજાવે કે લોકો દબાણ વાળી જગ્યા ખાલી કરે આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં

તમને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દાંતા તાલુકા ટીમ દ્વારા પ્રથમ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતા તાલુકાના ઠાકોર સમાજના પ્રથમ વિદ્યાર્થી અને કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું સન્માન કરી હર્ષભેર આ કાર્યક્રમની ઉજવણી દાંતાના બામણીયા ખાતે ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી હતી.