Demat Account બંધ કરવાની પ્રક્રિયા જાણો છો? આટલો થશે ખર્ચ
Demat Account Closing: જેવી રીતે બેંકમાં પૈસા જમા કરવા માટે સેવિંગ કે કરંટ એકાઉન્ટની જરૂર પડે છે. એવી જ રીતે શેર માર્કેટમાં પણ પૈસા લગાડવા માટે ડીમેટ એકાઉન્ટની જરૂર પડે છે. આ ખાતમાં તમે તમારા શેરને રાખો છો. આ ઉપરાંત બીજા શેરની ખરીદી પણ આ ખાતા દ્વારા થાય છે, પરંતુ અમુક લોકો ખાતું ખોલાવી નાખે છે. એ બાદ તેઓ શેર માર્કેટથી દુર થઈ જાય છે. જે બાદ તેમનું ડીમેટ એકાઉન્ટ સક્રિય રહેતું નથી. જો તમે પણ એવા જ પ્રકારનું ખાતું ધરાવતા હો અને તેને બંધ કરવાનું વિચારી રહ્યા છો? તો આજે ડીમેટ ખાતાને બંધ કરવાની સમગ્ર પ્રક્રિયા આપના માટે લઈને આવ્યા છીએ.
ડીમેટ ખાતું બંધ કરવાની પ્રક્રિયા અલગ-અલગ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટથી થોડી અલગ હોઈ શકે છે. ડીપી બેંક, નાણાકીય સંસ્થા અથવા બ્રોકરેજ ફર્મ હોઈ શકે છે. જે ડીમેટ ખાતું ખોલે છે. ડીમેટ ખાતું ઓનલાઈન બંધ કરી શકાતું નથી. આ માટે તમારે તમારા ડીપીની ઓફિસમાં જવું પડશે. હા, તમે ક્લોઝર ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. ડીમેટ એકાઉન્ટ બંધ કરવાની વિનંતી કર્યા બાદ તમારું એકાઉન્ટ કુલ 10 દિવસમાં બંધ થઈ જશે.
ડીમેટ ખાતું બંધ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો
તમામ હોલ્ડિંગ્સ સાફ કરો: સૌ પ્રથમ ખાતરી કરો કે તમારા ડીમેટ ખાતામાં કોઈ સિક્યોરિટીઝ અથવા ફંડ બાકી નથી. એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારે તમારી બધી સિક્યોરિટીઝ વેચવી પડશે અથવા તેને અન્ય ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી પડશે.
ચૂકવણી પૂરી કરો: જો તમારા ડીમેટ ખાતા સાથે સંકળાયેલ કોઈપણ બાકી લેણાં અથવા શુલ્ક હોય, તો તેને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા ચૂકવો. આમાં વાર્ષિક જાળવણી ફી અથવા ટ્રાન્ઝેક્શન ફી શામેલ હોઈ શકે છે.
આ ડીમેટ એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા
ડીમેટ એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા માત્ર ઓફલાઈન કરવામાં આવે છે. આ માટે તમારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ ઓફિસમાં જવું પડશે. તમે DP વેબસાઇટ પરથી એકાઉન્ટ ક્લોઝર ફોર્મ મેળવી શકો છો. જરૂરી વિગતો સાથે ફોર્મ યોગ્ય રીતે ભરો. આમાં તમારો ડીમેટ એકાઉન્ટ નંબર, વ્યક્તિગત વિગતો અને બંધ થવાના કારણોનો સમાવેશ થાય છે. ક્લોઝર ફોર્મની સાથે તમારે તમારા પાન કાર્ડની નકલ, સરનામાનો પુરાવો અને ઓળખનો પુરાવો જેવા કેટલાક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડી શકે છે.