December 27, 2024

લખનૌ સુપર જાયન્ટ્સ આ 5 ખેલાડીઓને રિપિટ કરે તેવી શક્યતા

IPL 2025ની મેગા ઓક્શન આવતા મહિને થવાની સંભાવનાઓ છે. 6 ખેલાડીઓને જાળવી રાખતી વખતે ટીમોએ 5 કેપ્ડ ખેલાડીઓને જાળવી રાખવા પડશે અને એક અનકેપ્ડ ખેલાડીનો સમાવેશ કરવો પડશે. તમામ ફ્રેન્ચાઈઝીઓએ 31 ઓક્ટોબર સુધીમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલને તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. એક રિપોર્ટ પ્રમાણે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 5 ખેલાડીઓને રિટેન કરી શકે છે.

ખેલાડીઓને જાળવી રાખવા માટે તૈયાર
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ મયંક યાદવ, નિકોલસ પુરન, રવિ બિશ્નોઈને કેપ્ડ ખેલાડીઓ તરીકે જાળવી રાખવા માટે તૈયાર છે. મોહસીન ખાન અને આયુષ બદોનીને અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી રાખવામાં આવશે. અનકેપ્ડ ખેલાડીઓને જો જાળવી રાખવા હશે તો ફ્રેન્ચાઇઝીએ 4 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે. નિકોલસ પુરનને નંબર વન પર જાળવી રાખવામાં આવી શકે છે. આ માટે 18 કરોડ રૂપિયા ચૂકવી શકે છે. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલની ગેરહાજરીમાં પણ પુરણે ટીમની કમાન સંભાળી હતી.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

મયંક યાદવે જોરદાર પ્રદર્શન કર્યું હતું
મયંક યાદવ તેની પ્રથમ IPL સિઝનમાં બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રથમ બે આઈપીએલ મેચમાં પ્લેયર ઓફ ધ એવોર્ડ તેણે પ્રાપ્ત કર્યો હતો. આ પછી તેને ઈજા થઈ હતી. તેણે ટોટલ 4 મેચ રમી છે જેમાં તે 7 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. રવિ બિશ્નોઈનું પણ સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે.