December 22, 2024

KKR vs PBKS: કોલકાતાના ઓપનિંગ બેટ્સમેનોએ બનાવ્યો ખાસ રેકોર્ડ

IPL 2024: ગઈ કાલે KKR અને PBKS વચ્ચે મેચ હતી. જેમાં PBKSની જીત થઈ હતી. જોકે સુનિલ નારાયણ અને ફિલ સોલ્ટે પંજાબ કિંગ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર બેટિંગની શરૂઆત કરી અને સાથે મળીને રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરીને 250+ રન બનાવ્યા હતા. આ સિઝનનો આ છઠ્ઠો 250+ સ્કોર છે. કોલકાતા નાઈટ રાઈઝર્સના ઓપનિંગ બેટ્સમેનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

રેકોર્ડની ભાગીદારી
આ બંનેએ KKRની બીજી સર્વોચ્ચ ભાગીદારી હાંસલ કરીને ગૌતમ ગંભીર-રોબિન ઉથપ્પાની 121 રનની ભાગીદારી કરી હતી. નારાયણ અને સોલ્ટ વચ્ચેની 138 રનની ભાગીદારી પણ સિઝનની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી બની ગઈ છે. ગંભીર અને ક્રિસ લિન વચ્ચેની 184 રનની ભાગીદારી હજુ પણ નાઈટ રાઈડર્સ માટે સૌથી મોટી ભાગીદારી છે.

ઓપનિંગ ભાગીદારીની વાત
IPLમાં KKR માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીની વાત કરવામાં આવે તો 184 રન – ગૌતમ ગંભીર, ક્રિસ લિન વિ ગુજરાત લાયન્સ (રાજકોટ, 2017), 138 રન – સુનીલ નારાયણ, ફિલ સોલ્ટ વિ પંજાબ કિંગ્સ (કોલકાતા, 2024), 121 રન – ગૌતમ ગંભીર, રોબિન ઉથપ્પા વિ રાજસ્થાન રોયલ્સ (અમદાવાદ, 2014), 113 રન – ગૌતમ ગંભીર, બ્રેન્ડન મેક્કુલમ વિ પુણે વોરિયર્સ ઇન્ડિયા (કોલકાતા, 2012)માં ભાગીદારીની કરી છે.

આ પણ વાંચો: આજે KKR અને PBKS વચ્ચે ખેલાશે જંગ, KKR બીજા સ્થાને પંજાબ નવમા

IPL 2024માં સૌથી મોટી ભાગીદારી
138 રન – સુનીલ નારાયણ, ફિલ સોલ્ટ વિ પંજાબ કિંગ્સ, કોલકાતા, 134 રન – ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ, 131 રન – અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, દિલ્હી, 125 રન – ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી વિ રાજસ્થાન રોયલ્સ, જયપુરમાં કરી હતી. KKR એ ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડ્યો છે, ચેન્નાઈએ વર્ષ 2023માં આ મેદાન પર 235 રન બનાવ્યા હતા.