ખેડૂત આંદોલનને લઈને દિલ્હી છાવણીમાં ફેરવાયું, ચારેતરફ ચુસ્ત કિલ્લેબંધી
Kisan Andolan: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ખેડૂતો તેમની માગણીઓને લઈને ભેગા થવા જઈ રહ્યા છે. અંદાજે બે વર્ષથી વધુ સમય પછી ફરીથી ખેડૂતો રાશન-પાણી અને ટ્રેક્ટરો સાથે આવી રહ્યા છે. આંદોલનને ધ્યાને રાખીને દિલ્હીને તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.
#WATCH | Farmers with their tractors move towards the Shambhu border near Ambala from Fatehgarh Sahib in Punjab, as farmer unions have given ‘Chalo Delhi’ protest call over their various demands pic.twitter.com/I3rpCnQ8Gc
— ANI (@ANI) February 13, 2024
દેશની રાજધાની દિલ્હી સાથે સરહદી સીમાથી જોડાયેલા આસપાસના કેટલાક રાજ્યોના ખેડૂતો 13મી ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો’ આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે. ખેડૂતો આંદોલનના માધ્યમથી કેન્દ્ર સરકાર સામે માગણીઓ મૂકશે. આંદોલનને ધ્યાને રાખી દિલ્હીના તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ત્યાં ચંદીગઢમાં કેટલીક સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે.
પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ખેડૂત નેતાઓએ સોમવારે સાંજે કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક પાંચ કલાક ચાલી હતી. કેન્દ્ર સરકાર વિરોધ રોકવા માટે છેલ્લા પ્રયત્ન કરી રહી છે. મંગળવારે દિલ્હી એનસીઆરમાં વિરોધ પ્રદર્શન થાય તેવી શક્યતા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા અને ખાદ્ય-ખોરાક મંત્રી પિયૂષ ગોયલ સાથે મળીને સોમવારે ખેડૂત નેતાઓ સાથે બીજા તબક્કાની વાતચીતમાં સામેલ થયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ખેડૂતો સાથે મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ થઈ ગઈ છે. જો કે, ખેડૂતોએ કહ્યુ હતુ કે, મંગળવારે આંદોલન કરશે, તેનાથી દિલ્હી સહિત ઘણાં રાજ્યોની સરહદ બંધ થઈ જશે.
ગાજીપુર બોર્ડર પાસે કિલોમીટરો લાંબો ટ્રાફિક
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટ્રાફિક સૌથી વધુ છે. સવારે 7 વાગ્યાથી કિલોમીટરો સુધી ટ્રાફિક જામ છે. આ ઉપરાંત ગાજીપુર બોર્ડરથી દિલ્હી આવવા-જવાના રસ્તે સર્વિસ લાઇન બંધ કરી દેવામાં આવી છે અને કોંક્રિટની દીવાલો બનાવી દીધી છે. અહીં વહેલી સવારથી મોટા પ્રમાણમાં સુરક્ષાદળ તહેનાત છે. ફ્લાઇઓવરની બંને તરફ સર્વિસ લાઇનને કોંક્રિટની દીવાલ બનાવીને બંધ કરવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશથી દિલ્હી તરફ આવતા-જતા રસ્તા પર પણ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. એક એક વાહનને ચેક કરીને જ દિલ્હીમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે.
સિંધુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે તૈયારી
ખેડૂતોને રોકવા માટે સિંધુ બોર્ડર પર તૈયારી કરી લેવામાં આવી છે. બોર્ડર પર કન્ટેનર લગાવવામાં આવ્યા છે. સિમેન્ટના બ્લોક મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હરિયાણા-દિલ્હી બોર્ડર પર સાઇડની બંને લાઇન પૂરેપૂરી રીતે બંધ કરી દેવામાં આવી છે. હાઇવે પર પણ કન્ટેનર રાખ્યા છે. પરંતુ એક લાઇનમાં આવન-જાવન ચાલુ છે.