July 18, 2024

કેન્ઝા લેલી 1500 સ્પર્ધકોને હરાવીને વિશ્વની પ્રથમ ‘મિસ AI’ બની

World’s First Miss AI: મોરક્કન હિજાબ પહેરેલી AI-જનરેટેડ મોડલ કેન્ઝા લેલીને વિશ્વની પ્રથમ મિસ AIનો તાજ પહેરાવવામાં આવ્યો છે. તો ફ્રાન્સની લલિના અને પોર્ટુગલની ઓલિવિયા સી રનર્સ અપ છે. ‘મિસ AI’ AI-જનરેટેડ મોડલ્સ માટે વિશ્વની પ્રથમ સૌંદર્ય સ્પર્ધા છે. મિસ એઆઈનો ઉદ્દેશ્ય ડિજિટલ પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે ટેક્નિકલ કૌશલ્ય સહિત કામ કરવાનું છે.

વિશ્વના પ્રથમ AI સર્જક પુરસ્કારો
એપ્રિલમાં ફેનવ્યૂ વર્લ્ડ AI સર્જક પુરસ્કારો (WAICAs) એ એક અનોખી સ્પર્ધા શરૂ કરી હતી. જેમાં વિશ્વભરના AI વિઝનરીઓને, AI સર્જકો અને AI સોશિયલ મીડિયા પર્સનાલિટી દ્વારા તેમની પ્રોગ્રામિંગ કૌશલ્ય બતાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફેનવ્યૂના સહ-સ્થાપક વિલ મોનાંગે જણાવ્યું હતું કે, ‘WAICAs તરફથી યોજાયેલા આ પ્રથમ પુરસ્કારે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. એવોર્ડ સર્જકની સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવા, વધુ સારું કામ કરવા અને AI માટે સકારાત્મક ભવિષ્યને આકાર આપવાનું એક ઉત્તમ માધ્યમ છે.’

કેન્ઝા લેલી
કેન્ઝા લેલી એક મોરોક્કન ઇન્ફ્લૂએન્સર છે. તેણે 1500થી વધુ કોમ્પ્યુટરાઈઝ્ડ સ્પર્ધકોને હરાવી પ્રથમ ટાઇટલ અને $20,000નું ભવ્ય ઇનામ જીત્યું છે. જે તેના માનવ સર્જકને આપવામાં આવશે. કાસાબ્લાન્કાના 40 વર્ષીય મિરિયમ બેસા દ્વારા Lally બનાવવામાં આવી હતી. ફોનિક્સ AIના સીઈઓ બેસાએ જીતથી ઉત્સાહિત થઈને કહ્યું કે, ‘આ મોરોક્કોનું ગૌરવ સાથે પ્રતિનિધિત્વ કરવાની ઉત્તમ તક છે.’

Zara Shatavari India
ભારતમાંથી AI-જનરેટેડ મોડલ ઝરા શતવારીએ આ સ્પર્ધામાં ટોચના 10 ફાઇનાલિસ્ટની યાદીમાં સ્થાન મેળવ્યું છે. શતાવરીનું નિર્માણ એક ભારતીય મોબાઇલ એડવર્ટાઇઝિંગ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરીએ કર્યું હતું.