નકલી ચલણી નોટો મામલે કાલુપુર પોલીસ કરી રહી છે વધુ 2 આરોપીઓની શોધખોળ
મિહિર સોની, અમદાવાદ: બનાવટી ચાલણી નોટો સાથે ઝોન 3 એલસીબી એ કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના બે અને અમદાવાદના એક આરોપીની રૂપિયા 100 અને 200 ના દરની બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે આ ગુનાના અન્ય બે આરોપી ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. કુલ 292 નોટો મધ્યપ્રદેશમાં છાપી અમદાવાદ એનું વેચાણ કરવા લાવ્યા હોવાની હકીકત સામે આવી છે.
કાલુપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ ત્રણ આરોપી શરાફત હુસેન અન્સારી, ફરીદ ખાન પઠાણ અને સંજય ખખરાણીને ઝોન 3 એલસીબીએ કાલુપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રૂપિયા 100 અને રૂ 200 ના દરની બનાવટી નોટો સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ મધ્યપ્રદેશ થી છાપીને નોટ અમદાવાદના બજારમાં ફરતી કરવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા જોકે આ ગુનામાં અન્ય બે આરોપી મોહમ્મદ હકીમ અનસારી અને અમર દંતાણી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જો કે આખા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલ નું કનેક્શન સામે આવ્યું છે જે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલ આરોપી સરાફત અન્સારી નો ભાઈ નાસીર અંસારી સરખેજમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે. તો બીજી તરફ સંજય ખખરાણી નો ભાઈ રાહુલ ના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. એટલે કે બંને એક જ જેલમાં હોવાથી તેમને મળવા આવી રહેલા શરાફત ને બનાવટી નોટો ની જરૂર હોવાથી મોહમ્મદ હકીમ પાસે સંપર્ક કરાવી મંગાવી હતી. અને તે નોટો અમર દંતાણી પાસે પહોંચે તે પહેલા જ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા છે. પોલીસે તપાસ કરતા સારા ફક્ત પાસેથી રૂપિયા 100 ની અને ફરદીન પાસેથી 200 રૂપિયાની નોટ મળી આવી છે.
બનાવટી ચલણી નોટો ના રેકેટમાં સાબરમતી સેન્ટ્રલ જેલ નું કનેક્શન સામે આવતા કાલુપુર પોલીસે નકલી નોટોની હેરાફેરી કરતા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવી ફરાર અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અને કોણ આ નકલી નોટો ના રેકેટમાં સંડોવાયેલું છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે જો મહત્વનું છે.