November 19, 2024

ઓસ્કાર 2024માં જ્હોન સીનાની ‘ન્યૂડ’ એન્ટ્રીથી હંગામો

Oscars 2024: અમેરિકાના લોસ એન્જલિસ સ્થિત ડોલ્બી થિયેટરમાં 96માં એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર 2024નું આયોજન થયું. આ સેરેમનીમાં ઓપનહાઈમર ફિલ્મની મોટી જીત થઈ છે. આ સાથે ફિલ્મના એક્ટર રોબર્ટ ડાઉની જુનિયરને પહેલી વખત ઓસ્કાર મળ્યો હતો. એક્ટર કિલિયન મર્ફીને બેસ્ટ એક્ટર અને ક્રિસ્ટોફર નોલનને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો છે. આ ઉપરાંત ઓસ્કારના મંચ પર જૉન સીના ન્યૂડ પહોંચ્યો હતો.

લોસ એન્જલિસમાં ઓસ્કાર એવોર્ડની સેરેમની ચાલી રહી હતી. જેમાં જ્હોન સીના મંચ પર ન્યૂડ પહોંચ્યા હતા. જેને જોઈને બધાના હોંશ ઉડી ગયા હતા. હોસ્ટ જીમી કિમેલ 50 વર્ષ પહેલાની વાત કરતા કહ્યું કે, એ સમયે એક એવોર્ડ પ્રેઝન્ટેશન દરમિયાન એક વ્યક્તિ ન્યૂડ થઈને મંચ પર આવી ગયો હતો. જો આજે પણ આ મંચ પર આવું કંઈ થાય તો? એ બાદ જ્હોન સીનાને સ્ટેજ પર છુપાતો જોવા મળ્યો હતો. જિમી અને જ્હોન પ્રેન્કની તૈયાર કરી રહ્યા હતા. જેમાં જોને અંતે ના કહી હતી. તેમ છતાં જ્હોન સીનાને બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈનનો એવોર્ડ પ્રેસેન્ટ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. જેમાં જોને ન્યૂડ રહીને જ એવોર્ડની જાહેરાત કરી હતી. આ સાથે જ્હોને કહ્યું કે, કોસ્ચ્યૂમ જરૂરી છે. જે બાદ જીમી કિમેલે જ્હોનને પરદામાં લપેટી લીધો હતો.

અભિનેત્રી ભાવુક થઈ
ફિલ્મના અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને તેનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. તેની સાથે ક્રિસ્ટોફર નોલાનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપેનહીમરને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારે સ્ટેજ પર જ જતાં જ અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી.

દુનિયાના તમામ સ્ટાર્સે ભાગ લીધો
96મો ઓસ્કાર એવોર્ડ અમેરિકામાં શરૂ થઈ ગયો છે. આ ઓસ્કારમાં દેશ અને દુનિયાના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. મહત્વની વાત એ છે કે, ગયા વર્ષે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રાજ કરનારી ફિલ્મ ‘ઓપેનહાઇમર’ના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાને આ એવોર્ડ જીત્યો છે. ઓસ્કાર માટેની રેસમાં ઘણા હતા. જેમાંથી નાથન ગ્લેઝર, યોરગોડ લેથિમોસ, જસ્ટિન ટ્રીટ, માર્ટિન સ્કોર્સીસ આ તમામને ક્રિસ્ટોફર નોલને પાછળ છોડી દીધા હતા. તમને જણાવી દઈએ તે ‘ઓપેનહાઇમર’ એક બાયોગ્રાફિકલ ડ્રામા છે. જેમાં અમેરિકન ભૌતિકશાસ્ત્રી જે. રોબર્ટ ઓપનહાઇમરનું જીવન સ્ક્રીન પર બતાવવામાં આવ્યું છે. નોલાને આ ફિલ્મ માટે ગોલ્ડન ગ્લોબ, ક્રિટીક્સ ચોઈસ અને બેસ્ટ ડિરેક્ટર માટે બાફ્ટા એવોર્ડ પણ જીત્યા છે.

ઓસ્કાર જીતી શક્યું નહી
ઝારખંડમાં રેપ આધારિત ફિલ્મ પણ ઓસ્કાર એવોર્ડ 2024ની રેસમાં હતું, પરંતુ અફસોસ આ ફિલ્મ ઓસ્કાર જીતી શક્યું નહી. આ ફિલ્મનું એકેડેમી એવોર્ડ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ટુ કીલ અ ટાઈગર ઝારખંડની સ્ટોરી પર આધારિત ફિલ્મ બનાવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન નિશા પાહુજાએ કર્યું હતું.

વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ

  • બેસ્ટ એક્ટર – કિલિયન મર્ફી (ઓપેનહાઇમર)
  • બેસ્ટ એક્ટ્રેસ – એમ્મા સ્ટોન (પૂઅર થિંગ્સ)
  • ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ – ધ લાસ્ટ રિપેર શોપ
  • ઓરિજિનલ સ્ક્રીનપ્લે – જસ્ટિન ટ્રેટ અને આર્થર હરારી (ફિલ્મ એનાટોમી ઓફ અ ફોલ માટે)
  • પ્રોડક્શન ડિઝાઇન – જેમ્સ પ્રાઇસ અને શોના હેથ (પુઅર થિંગ્સ ફિલ્મ માટે)
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – હોલી વાડિંગ્ટન (પૂઅર થિંગ્સ)
  • બેસ્ટ ફિલ્મ એડિટિંગ – જેનિફર લેમ (ઓપેનહાઇમર ફિલ્મ માટે)
  • બેસ્ટ ડાયરેક્ટર – ક્રિસ્ટોફર નોલાન (ઓપેનહાઇમર)
  • બેસ્ટ ઓરિજિનલ સોંગ – વોટ વોઝ આઈ મેડ ફોર (બાર્બી)
  • બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ – ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ (યુકે ફિલ્મ)
  • બેસ્ટ સાઉન્ડ – ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ
  • બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ – 20 ડેઝ ઇન મેરીયુપોલ
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – રોબર્ટ ડોની જુનિયર (ઓપેનહાઇમર)
  • બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ – ગોડઝિલા માઈનસ વન
  • લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ – ધ વંડરફુલ સ્ટોરી ઓફ હેનરી શુગર
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી – ઓપેનહાઇમર