January 24, 2025

કોહલી અને રોહિત ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં?

ICC T20 World Cup: ICC T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ હવે ભારતીય ટીમને આગામી ICC ટ્રોફી 2025ની શરૂઆતમાં જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે ત્યારે રમવાની તક મળશે. આ ટીમમાં જય શાહે પુષ્ટિ કરી છે કે રોહિત અને કોહલી બંને ટીમ ઈન્ડિયાનો ભાગ હશે કે નહીં. આવો જાણીએ શું કહ્યું જય શાહે.

સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરી દીધું
T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ જ્યાં ભારતીય ટીમના ખેલાડીઓની સાથે તમામ ક્રિકેટ ચાહકો ખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ એક નિરાશાજનક વાત એ છે કે રોહિત અને વિરાટે બંનેએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. . વર્ષ 2007માં ભારતીય ટીમે પહેલી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી આ સમયે પણ રોહિત તેનો ભાગ હતો. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની કારકિર્દીની આ પ્રથમ T20 વર્લ્ડ કપ ટ્રોફી હતી.

આ પણ વાંચો: T20 World Cup 2024માં અમેરિકાએ 2 મેચ જીતી છતાં પાકિસ્તાન કરતાં વધુ પૈસા મળ્યાં

ટ્રોફીમાં રમતા જોવા મળશે
બીસીસીઆઈના સચિવ જય શાહે એક મીડિયાને પોતાના નિવેદનમાં જણાવ્યું કે તમામ વરિષ્ઠ ખેલાડીઓ આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનો ભાગ હશે. તેમના નિવેદનથી હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આ મેગા ઈવેન્ટમાં રમતા જોવા મળશે. જય શાહે કહ્યું કે સિનિયર ખેલાડીઓ પણ ટીમનો ભાગ હશે. અમારું આગામી લક્ષ્ય ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું છે